કપૂરના આ ઉપાયો અજમાવવાથી વાસ્તુદોષ, પિતૃદોષ અને નજરદોષ દૂર થાય છે

– વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં પણ કપૂરના મહત્ત્વ અને ઉપયોગ વિશે જણાવવામાં આવ્યું છે

હિન્દૂ ધર્મમાં કોઇ પણ પૂજા અથવા અનુષ્ઠાન કપૂર વગર અધૂરા માનવામાં આવે છે. પૂજા ઉપરાંત કપૂર કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવાના કામમાં આવે છે. તેના નિયમિત પ્રયોગથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનું મહત્ત્વ અને ઉપયોગ વિશે જણાવવામાં આવે છે.

અડચણો દૂર થાય છે

વાસ્તુ અનુસાર, તમારા કેટલાય પ્રયાસો પછી પણ સફળતા નથી મળતી, કામ થતાં થતાં જ અડચણ આવી જાય છે તો એક ચાંદીની વાટકીમાં નિયમિત રીતે લવિંગ અને કપૂરને સળગાવીને ઘરમાં ફેરવો. તેનાથી જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થશે અને અટકી પડેલા કાર્ય પણ પૂર્ણ થઇ જશે.

નકારાત્મક ઊર્જા દૂર થશે

ઘરમાં વાસ્તુદોષ હોવાને કારણે ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે જેનાથી ઝઘડાનું વાતાવરણ જળવાઇ રહે છે. દુકાન અથવા સ્થાપનામાં વાસ્તુદોષ હોવાથી હંમેશા નુકશાન થતું રહે છે. ઘર અથવા સ્થાપનામાં વાસ્તુદોષ તેમજ નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે કપૂરની ગોળીઓ રાખો. આમ કરવાથી નકારાત્મક ઊર્જા તો દૂર થશે અને ધન લાભ પણ થશે.

વાતાવરણ શુદ્ધ થાય છે

ઘરમાં પૂજા-પાઠના સમયે કપૂર સળગાવવાથી તેનો સુગંધિત ધુમાડો વાતાવરણમાં ફેલાય છે. જેનાથી વાતાવરણમાં રહેલ બેક્ટેરીયા ખતમ થઇ જાય છે અને હવા શુદ્ધ થાય છે. ત્યારે શિયાળાના દિવસોમાં કપૂરનો ઉપયોગ ઊનના કપડાને કીડા-મકોડા વગેરેથી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવે છે.

સ્વાસ્થ્યમાં લાભદાયી

કપૂરની સુગંધ શરીર તથા મગજ બંનેને સ્વસ્થ રાખે છે. જો અનિન્દ્રાની સમસ્યા તમને પરેશાન કરે છે તો કપૂરના તેલની ખુશ્બૂ મગજને શાંત રાખવામાં અને સારી ઊંઘ લાવવામાં અસરકારક હોય છે. એટલા માટે કપૂરના તેલના કેટલાક ટીપાંને સૂતા સમયે પોતાના તકિયા પર લગાઓ. તેનાથી મગજને તાજગી મળશે અને ઊંઘ સારી આવશે.

બંધ નાક અને ખંજવાળમાં મદદરૂપ

શિયાળામાં બંધ નાક, શ્વાસ લેવામાં તકલીફ અને છીંક આવવા જેવી સમસ્યાઓને પરેશાન કરે છે. કપૂર આ સમસ્યાથી છૂટકારો અપાવનાર ઉત્તમ વિકલ્પ છે. ગરમ પાણીમાં કપૂર નાંખીને બાષ્પ લેવાથી તેનાથી છૂટકારો મળે છે. તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવાથી માથાની ત્વચામાં લોહીનું પરિભ્રમણ વધે છે. વાળને મજબૂતી મળે છે. જો દાદ, ખાજ, ખુજલીની સમસ્યા છે તો કપૂરને તેલમાં મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી લાભ થાય છે.

ધન લાભનો અવસર મળશે

જો તમારા પૈસા ક્યાંક ફસાઇ ગયા છે અથવા કમાણી કરતાં વધારે ખર્ચ થઇ રહ્યો છે તો લાલ ગુલાબના ફૂલમાં કપૂરનો એક ટુકડો રાખો અને કપૂરને સળગાવીને ફૂલને દેવી દુર્ગાને અર્પિત કરો, ધન લાભ થશે. તમને લાગી રહ્યું છે કે ખોટા ખર્ચા થઇ રહ્યા છે તો સાંજના સમયે કપૂરનો દીવો પ્રગટાવો અને આખા ઘરમાં ફેરવો. અંતમાં મા લક્ષ્મીની આરતી કરતા ઘરના મંદિરમાં સ્થાપિત કરી દો. આમ કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા થશે.

પિતૃદોષ દૂર થશે

જ્યોતિષ અનુસાર પિતૃદોષ અથવા રાહુ-કેતુના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે દરરોજ ઘરમાં કપૂર સળગાવો. આકસ્મિક દૂર્ઘટનાથી બચવા માટે સાંજની પૂજા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ત્યારબાદ કપૂરમાં લવિંગ નાંખીને આરતી કરો. જો ભાગ્ય સાથ નથી આપી રહ્યું તો પોતાની કિસ્મત ચમકાવવા માટે સ્નાન કરતી વખતે પાણીમાં કપૂરના તેલના કેટલાક ટીપાં નાંખીને સ્નાન કરો. આમ કરવાથી શરીરને સકારાત્મક ઊર્જા મળવાની સાથે-સાથે તમારું ભાગ્ય પણ સારું રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.