કરાઈ પોલીસ એકેડમીમાં ખોટા બહાનાથી રજા લેતા ટ્રેઈની પીએસઆઈ પર સપાટો બોલાવાયો… વધુ ચાર સામે ફરિયાદ નોંધાઈ
હાલ ગુજરાત પોલીસના નવા કર્મચારીઓને તાલીમ આપતી કરાઈ પોલીસ એકેડમી ચર્ચામાં આવી છે. હાલમાં કરાઈ પોલીસ એકેડમીમાં રજા માટે ખોટી આમંત્રણ પત્રિકા બનાવ્યાનો ટ્રેઈની પીએસઆઈનો ભેદ ખૂલ્યો હતો. નકલી આમંત્રણ પત્રિકા મામલે ટ્રેઈની પીએસઆઈ સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોઁધાઈ હતી. ત્યારે ઉપરી અધિકારીઓને રજા માટે ઉલ્લુ બનાવનાર આ એક નહિ, અનેક ટ્રેઈની પીએસઆઈ પોલીસ એકેડમીમાં હોવાનું ખૂલ્યું છે. એકેડમીમાં બનાવટી પત્રિકા બનાવી રજા લેનારા વધુ ચાર પીએએસઆઈ પકડાયા છે.
હજી તો નોકરી શરૂ નથી થઈ ત્યાં જ પીએસઆઈના રજા લેવાના નખરા શરૂ થઈ ગયા છે. ગાંધીનગરમાં કરાઈ એકેડમીમાં એક ટ્રેઈની પીએસઆઈએ રજા લેવા માટે જે કર્યું તે જાણીને ઉપરી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પરંતું એક ટ્રેઈની યુવકની ભૂલમાં અન્ય યુવકો પણ પકડાયા છે. ઉપરી અધિકારીએ જ્યારે રજા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે માલૂમ પડ્યુ કે વધુ ચાર તાલીમી પીએસઆઈ આ રીતે ખોટું કહીને રજા લઈ ચૂક્યાં છે. આ ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.