કરજણની હિન્દૂ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેના અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી…

કરજણની એકહિન્દૂ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી વીડિયો કોલિંગ દરમિયાન તેણીના પ્રાઈવેટ પાર્ટ્સનો સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા બાદ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી બે વાર દુષ્કર્મ આચરવા બાબતે કરજણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે. નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વર્ષ 2020 માં કરજણ ખાતે રહેતી એક યુવતી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. સાથે ભરૂચ તાલુકાનો પાલેજ ખાતે રહેતો ઈઝહાર દીવાન પણ નર્સિંગનો કોર્સ કરી રહ્યો હતો. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાતા અવાર નવાર ફોન પર વાતચીત થતાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. દરમિયાન ઈઝહારે યુવતીને તેણીના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવા જણાવ્યું હતું. પરંતુ યુવતી કોઈ દાદ આપતી ન હતી. ત્યારબાદ ફોન ઉપર ઇઝહાર દિવાને યુવતીને પોતાની વાતોમાં પટાવી ફોસલાવી વિશ્વાસમાં લઈ તેણીને પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવા મનાવી લીધી હતી. અને તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. હવે ઇઝહાર પાસે યુવતીના ફોટા સ્ક્રીન રેકોર્ડિંગ આવી ગયા બાદ યુવતીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. હું કહું તેમ તારે કરવું પડશે તેમ કહી બે માસ પહેલા યુવતી નોકરીથી ઘરે જઈ રહી હતી ત્યારે ઇઝહાર ગાડીમાં આવી યુવતીને ગાડીમાં બેસાડી કરજણના નવા બ્રીજ પાસેની એકાંત જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી શરીર સંબંધની માંગણી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પંદર દિવસ અગાઉ બીજી વાર પણ કરજણ એવન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું. આમ અવાર નવાર બ્લેકમેઇલ કરી વીડિયો કરવાની ધમકી આપતા ઇઝહાર થી નાશીપાસ થઈ ગુયેલી યુવતીએ પોતાના માતા પિતાને સઘળી વાત કરી હતી. તેણીના માતા પિતાએ હિંમત આપી કરજણ પોલીસ સ્ટેશને લઈ જતાં યુવતીએ પોતાની આપવીતી પોલીસ સમક્ષ રજુ કરતા પોલીસે પાલેજના હવસખોર ઇઝહાર કાલુશા દીવાન વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.