કરીના કપૂર ખાને પોતાના બીજા બાળકને જન્મ આપી દીધો છે. કરીનાએ આજે સવારે બીજા છોકરાને જન્મ આપ્યો છે. આ ખબર મળ્યા પછી તેમના ફેન્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
View this post on Instagram
કરીના અને સૈફના ઘરે પુત્રના જન્મ પછી પટૌડી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કરીનાએ પોતાની પ્રેગનેન્સીમાં પણ લોકોને ફેશન ગોલ્સ આપ્યા છે. શરૂઆતના દિવસોમાં કરીના કપૂરને જીન્સ અને ટીશર્ટમાં જોવામાં આવી હતી.
પહેલી વખત માતા બનવાની હતી તે જ રીતે તેણે આ વખતે પણ બાળકના જન્મના છેલ્લા સમય સુધી કામ કરવાનું ચાલું રાખ્યું હતું. આ અંગે વાત કરતા તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પ્રેગનેન્ટ મહિલાઓ શા માટે આ સમયમાં કામ ન કરી શકે. આ વાત મને સમજમાં આવતી નથી. મેં મારી આખી પ્રેગનન્સી દરમિયાન કામ કર્યું છે અને ડિલીવરી પછી પણ કરતી રહીશ.
છેલ્લે તે પુમા કંપનીની એડમાં જોવા મળી હતી. આ એડમાં તે પ્રેગનન્સી દરમિયાન કરી શકાય તેવા યોગા પોઝ કરતી જોવા મળી હતી. તે સિવાય બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ પ્રેગનન્સી દરમિયાન શીર્ષાસન કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં જ અનુષ્કા અને વિરાટ કોહલીને ત્યાં બેબી ગર્લનો જન્મ થયો છે. બેબો અને સૈફને ત્યાં બીજા પુત્રના જન્મની ખબર મળતા જ બોલિવુડમાંથી પણ સિલેબ્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.