બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન, માતા બનવા જઇ રહી છે બીજી વખત

કરીના કપૂરના ફેન્સ એ વાત જાણવા માટે એક્સાઈટેડ છે કે તેને દિકરો આવશે કે દીકરી, ત્યારે એક જ્યોતિષે ભવિષ્યવાણી કરીને જણાવી દીધું.

તેના પરિવારજનોની સાથે ફેન્સ પણ આવનારા મેહમાન માટે ખૂબ જએક્સાઇટેડ છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ છે કે, કરીના બાળકને જન્મ આપવા હોસ્પિટલમાં એડમિટ છે. પણ કરીનાની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી આ વાતનો પુરાવો છે કે તે ઘરે છે. કરીનાની ડિલીવરી પહેલાં જ તેનાં બીજા બાળક માટે ગિફ્ટ્સ આવવાના શરૂ થઇ ગયા છે.

જ્યોતિષ મુજબ, આ વખતે કરીના એક દીકરીની માતા બનશે. કરીનાએ ઓગસ્ટ 2020માં ફેન્સની સાથે પ્રેગ્નેન્સીની ખુશખબર શેર કરી હતી. પહેલાં કહેવામાં આવ્યું હતું કે કરીના ફેબ્રુઆરીનાં બીજા અઠવાડિયામાં બાળકને જન્મ આપવાની છે. પણ એવું થયું નહીં અને તેની ડેટ આગળ લંબાઈ ગઈ છે પરંતુ હવે કોઈપણ સમયે તે બીજા બાળકને જન્મ આપી શકે છે.

તમને જણાવી દઇએ કે, પહેલાં એવા સમાચાર હતા કે કરીના વેલેન્ટાઈન્સવીકમાં તેનાં બાળકને જન્મ આપશે પણ જ્યારે તે ડોક્ટરના ક્લિનીકમાંથી હસતી બહાર આવી તો તેની તસવીરોએ જ સ્પષ્ટ કરી દીધુ હતું કે હજુ તેની ડિલીવરીને સમય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.