બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને દિગ્દર્શક કરણ જોહર આજે સારાં મિત્રો છે, પરંતુ બંને થોડા વર્ષો પહેલાં એકબીજા સાથે વાત પણ નહોતા કરતા, કરણ જોહરે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે તેણે 9 મહિના સુધી કરીના કપૂર સાથે વાત કરી નહોતી.
કરણ જોહરે પોતાની આત્મકથા The Unsuitable Boyમાં આ ઘટના વિશે વાત કરતાં લખ્યું છે કે, ‘મારી કરીના સાથે પહેલી પરેશાની એ હતી કે તેણે ફિલ્મ માટે બહુ વધારે ફીસ માંગી હતી અને એ સમય મુશ્કેલ હતો
કરણે લખ્યું છે કે, મુઝસે શાદી કરોગેના વીકેન્ડ પર જ અમે કરીનાને ફિલ્મ કલ હો ના હો ઓફર કરી હતી અને તેણે શાહરૂખ જેટલા પૈસા માંગી લીધા તો મૈં તેને સોરી કહી દીધું. મને દુઃખ થયું. મૈં કરીનાને ફોન કર્યો તો તેણે મારો ફોન પણ રિસીવ ન કર્યો, પછી મૈં નક્કી કરી લીધું કે હું તેને મારી ફિલ્મમાં નહીં લઉં. પછી અમે એક વર્ષ સુધી એકબીજા સાથે વાત ન કરી
કરણે આગળ લખ્યું કે- અમે કલ હો ના હોની શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા. મારા પિતા યશ જોહર ન્યૂયોર્કમાં પોતાનો ઈલાજ કરાવવા લાગ્યા. ત્યારે કરીનાએ તેને ફોન કર્યો. કરણે જણાવ્યું કે એ ઓગસ્ટનો મહિનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.