કરિના કપૂર ખાન(Kareena Kapoor Khan) આજકાલ ટેલિવિઝન પર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ'(Dance India Dance) માં જજ તરીકે કામ કરી રહી છે. પરંતુ કરીના કપૂર ખાનનો એક નવા વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે.
કરિના કપૂર ખાનનો વીડિયો વાયરલ
ખેતરમાં પાવડો અને કોદાળી ચલાવી
નોંધનીય છે કે, કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં કરીના કપૂર ખેતરમાં પાવડો અને કોદાળી ચલાવતી જોવા મળી રહી છે. કરીના કપૂર ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેને સારી રીતે પસંદ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan) નો આ વીડિયો તેના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે, અને આ વીડિયોમાં કરીના કપૂરની અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ VIDEO તેનું કોઇ સરપ્રાઇઝ ખુલવાનુ છે, જેની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે, આ નવા સરપ્રાઇઝ વિશે જાણવામાં થોડો સમય લાગશે.
પરંતુ, ટેલિવિઝન પર સક્રિય હોવા ઉપરાંત, કરીના કપૂર ખાને(Kareena Kapoor Khan) તાજેતરમાં જ તેની આગામી ફિલ્મોના શૂટિંગ પણ પૂર્ણ કરી ચૂકી છે. તે અક્ષય કુમાર(Akshay Kumar) સાથે કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ અને ઇરફાન ખાન સાથેની ‘ઇંગ્લિશ મીડિયમ’ માં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.