કર્ણાટકમાં એપલ ફોનના કારખાનામાં ભાંગફોડ, મહિનાઓથી પગાર નહીં મળતાં કર્મચારીઓ વિફર્યા

– પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા દોડધામ કરી

કર્ણાટકના કોલાર જિલ્લાના નરસાપુર ઇન્ડસ્ટ્રીયઅલ વિસ્તારમાં આવેલા જગવિખ્યાત એપલ સ્માર્ટ ફોનના કારખાનામાં આજે સવારે ઉશ્કેરાયેલા કર્મચારીઓએ કહેવાતી ભાંગફોડ કરી હતી.

પોલીસે જો કે તરત પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. કર્મચારીઓના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે તેમને સમયસર પગાર મળ્યો નથી. અત્યારે કોરોના કાળમાં ઘર ચલાવવામાં તકલીફ પડતી હતી.

ગુસ્સે થયેલા કર્મચારીઓએ કાચના દરવાજા અને કેબિનોમાં તોડફોડ મચાવી દીધી હતી. કેટલાક તોફાની કર્મચારીઓ સામે પોલીસે કેસ દાખલ કર્યો હતો. ભારતમાં વીસ્ટ્રોન નામની કંપની એપલ સ્મર્ટ ફોન બનાવે છે. આ કંપની મૂળ તાઇવાનની છે.

કર્મચારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા થોડા મહિનાથી અમને પગાર મળતો નથી. અમે અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરીએ.

તોફાની કર્મચારીઓએ ત્યાં ઊભેલાં કેટલાંક વાહનોને આગ લગા-ડી હતી અને પ્લાન્ટ પર પથ્થરબાજી કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.