– દરોડાને પેટાચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી : કર્ણાટક સરકાર
કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમારના 14 સૃથળોએ સીબીઆઈએ દરોડા પાડયા હતા. આવક કરતાં વધુ સંપત્તિ હોવાના આરોપમાં કર્ણાટક, દિલ્હી અને મુંબઈમાં સીબીઆઈના 60 અિધકારીઓ ત્રાટક્યા હતા.
74.93 કરોડની સંપત્તિને લઈને તપાસ થઈ રહી છે. સીબીઆઈએ 57 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. કોંગ્રેસે આ રેડને પેટાચૂંટણી સાથે જોડીને કહ્યું હતું કે સરકાર પેટાચૂંટણી પહેલાં વિપક્ષને ડરાવવા ઈરાદે આ રેડ પડાવે છે.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના કર્ણાટકના નવ, મુંબઈના એક અને દિલ્હીના ચાર સૃથળોએ સીબીઆઈના અિધકારીઓ ત્રાટક્યા હતા. ભ્રષ્ટાચારના આરોપ હેઠળ સીબીઆઈએ દરોડાં પાડયા હતા.
દરોડામાં સીબીઆઈના અિધકારીઓએ 57 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. કુલ 75 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. કર્ણાટકના સરકારના મંત્રી હતા એ વખતે 74.93 કરોડ રૂપિયાની અપ્રમાણસરની સંપત્તિ બનાવી હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે.
શિવકુમાર ઉપરાંત તેના ભાઈ ડી કે સુરેશના ઘરે પણ સીબીઆઈના દરોડા પડયા હતા. કોંગ્રેસે આ દરોડાને નવેમ્બરમાં કર્ણાટકમાં થનારી પેટાચૂંટણી સાથે જોડીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સીબીઆઈના નામે વિપક્ષના નેતાઓને ડરાવી-ધમકાવી રહી છે. કર્ણાટકના કોંગ્રેસના કાર્યકરોએ સીબીઆઈના દરોડાના વિરોધમાં પ્રદર્શનો કર્યા હતા.
કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમારે કહ્યું હતું કે આ રાજકીય કાવતરૂ છે. રાજ્યમાં મને આગળ વધતો જોઈ શકાતો ન હોવાથી આ ષડયંત્ર રચાયું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આ રેડરાજ છે.
માત્ર વિપક્ષના નેતાઓને નિશાન બનાવીને સીબીઆઈનો કેન્દ્ર સરકાર દુરૂપયોગ કરી રહી છે. જો ખરેખર સીબીઆઈ ભ્રષ્ટાચારની તપાસ કરવા ઈચ્છતી હોય તો સૌથી ભ્રષ્ટ યેદિયુરપ્પા સરકારના વહીવટોની તપાસ થવી જોઈએ.
શિવકુમારના ભાઈ ડીકે સુરેશે સીબીઆઈને સરકારની કઠપૂતળી ગણાવીને કહ્યું હતું કે કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાની અણઆવડત પેટાચૂંટણીમાં દબાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર આ દરોડા પડાવે છે. ભ્રષ્ટાચારના આરોપમાં કોઈ જ તથ્ય નથી.
કર્ણાટક સરકારના ઉપમુખ્યમંત્રીએ કોંગ્રેસના આરોપનો જવાબ આપતા કહ્યું હતું કે સીબીઆઈ જેવી સ્વતંત્ર સંસૃથાએ ભ્રષ્ટાચારના ગંભીર આરોપમાં દરોડા પાડયા છે. આ દરોડાને પેટાચૂંટણી સાથે કોઈ જ નિસ્બત નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.