કર્ણાટક હાઈકોર્ટે દિગ્વીજય સિંહને આપ્યો ઝટકો, બાગી MLAને મળવાની મંજુરી માંગી હતી

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકિય સંકટ વચ્ચે બેંગલુરુમાં હાજર કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મળવા માટે દિગ્વિજય સિંહે આજે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાંથી તેમને ઝટકો મળ્યો છે. કોર્ટે ધારાસભ્યોને મળવા માટેની તેમની અરજી ફગાવી દીધી છે.
અરજીમાં તેમણે મધ્યપ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોને મળવાની મંજુરી માંગી હતી. દિગ્વિજય સિંહે કહ્યું હતુ કે, અમે ભુખ હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેના પર નિર્ણય કરવામાં આવશે.
નોંધનીય છે કે, મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકિય સંકટ વચ્ચે ફ્લોર ટેસ્ટની માંગને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, તે નક્કી કરી શકે નહી કે ગૃહમાં કોની પાસે બહૂમતિ છે અને કોની પાસે નથી. આ કામ વિધાનસભાનું છે. કોર્ટ આ વાતનો નિર્ણય કરવા માટે વિધાનસભાના માર્ગમાં આવતું નથી કે કોને ગૃહનો વિશ્વાસ મળેલો છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.