કર્ણાટક સરકારે 1610 કરોડ રુપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ, વાળંદ, ધોબી અને ડ્રાઇવરોને 5000ની સહાય

કર્ણાટક સરકારે 1610 ખેતી કરતા ખેડૂતોને હેક્ટર દિઠ 25000ની સહાય

સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં 11 ટકાનો વધારો કર્યો

વર્તમાન સમયે દેશમાં કોરોનાના કારણે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. તેવામાં લોકડાઉનના કારણે મુસીબતનો સામનો કરી રહેલા લોકો માટે કર્ણાટક સરકારે રાહત પેકેજની જાહેરતા કરી છે. કર્ણાટક સરકારે ખેડૂતો, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, નાના વેપારીઓ, ધોબી, વાળંદ, ડ્રાઇવર વગેરે લોકોને ધ્યાનમાં રાખીને આ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ સિવાય સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં પણ 11 ટકાનો વધારો કર્યો છે. જે બજેટમાં જાહેર કરેલ 6 ટકાના વધારે ઉપરાંત લેવામાં આવશે.

કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાના જણાવ્યા પ્રમાણે સમાજના દરેક વર્ગના લોકો છેલ્લા દોઢ મહના કરતા પણ વધારે સમયથી લાગુ લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ફૂલોની ખેતી કરનાર લોકોની હાલત કફોડી થઇ છે. ફૂલોની અત્યારે બિલકુલ માંગ ના હોવાના કારણે ખેતરમાં જ નાશ પામી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે કર્ણાટકની 11687 હેક્ટર જમીન પર ફૂલોની ખેતી થાય છે. જેથી રાજ્ય સરકારે ફૂલોની ખેતી કરનારા લોકોને પ્રતિ હેક્ટર 25000 રુપિયાનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે. આ સિવાય શાકભાજી અને અન્ય પાક ઉગવતા ખેડૂતોને પણ રાહત આપી છે.

આ સિવાય લોકડાઉનના કારણે ધોબી, વાળંદ અને ટેક્સી ડ્રાઇવરો બેકાર બન્યા છે. જેથી સરકારે આ રાહત પેકેજ અંતર્ગત 2,30,000 વાળંદ, 60,000 ધોબી અને 7,75,000 ટેક્સી અને ઓટો ડ્રાઇવરનો પણ આવરી લીધા છે. આ તમામ લોકોને સરકાર 5000 રુપિયાની સહાય કરશે. ઉપરાંત નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને બે મહિના માટે ફિક્સ વિજળી બિલની પણ માફી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.