કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી સરકારની અંદર મંત્રીપદને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે સીએમ પદને લઈને ભાજપ ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.
કર્ણાટકમાં હાલમાં જ કેબિનેટનો વિસ્તાર કરવામાં આવ્યો છે જે બાદથી રાજકારણ ગરમાયું છે તથા ઘણા બધા નેતાઓ વિરોધમાં સૂર ઉઠાવી રહ્યા છે.
બાસનગૌડા પાટિલે શનિવારે ફરીવાર કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત દર્શાવ્યા અને કહ્યું કે 13 એપ્રિલે રાજ્યમાં નવા મુખ્યમંત્રી પદભાર સંભાળશે.
નોંધનીય છે કે રાજ્યમાં ઘણા સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે અને ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી ખૂલીને યેદિયુરપ્પાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે દાવો કર્યો છે કે નવો મુખ્યમંત્રી રાજ્યના ઉત્તર ક્ષેત્રથી હશે.
તેમણે કહ્યું કે મારે અહિયાં હાથ ફેલાવીને મંત્રીપદ માંગવુ નહીં પડે. મે કહ્યું છે કે અમારો વ્યક્તિ મુખ્યમંત્રી બનીને આવશે અને તે મંત્રીપદ આપી શકે છે.
આ પહેલા પણ આ નેતાએ ઓકટોબર મહિનામાં જ દાવો કર્યો હતો કે યેદિયુરપ્પા લાંબા સમય સુધી મુખ્યમંત્રી નહીં રહી શકે છે અને મોવડી મંડળે નક્કી કર્યું છે કે તેમનો ઉત્તરાધિકારી ઉત્તર કર્ણાટકથી હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.