કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિરુપ્પાની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની કોરોના વાયરસને લઇને જે સલાહકાર સમિતિ છે તેમની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં એક કલાક ચાલેલી ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
થોડા સમય પહેલા કેટલાક રાજ્યોમાં ફરીથી શાળા કોલેજ શરુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોરોના વકરતા બંધ કરવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે કોરોનાનો પ્રકોપ દેશમાં ઓછો થતા ફરીથી કેટલાક રાજ્યોએ શાળા શરુ કરવાનો નિર્ણય કર્યો છે
કર્ણાટક સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં આગામી પહેલી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શાળા અને પ્રિ યુનિવર્સટી કોલેજ ખુલશે. રાજ્યના શિક્ષામંત્રી એસ સુરેશ કુમારે શનિવારે આ જાણકારી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.