વિક્રમ સંવત 2076, કારતક વદ બારસ, શનિવાર. ઉત્પત્તિ એકાદશી (ભાગવત), ચંદ્ર પૃથ્વીથી અતિ નજીક, ચંદ્ર વિષુવવૃત્ત પર મેષ સામાન્ય અડચણો સિવાય એકંદરે સરળતા અને સફળતાનો અનુભવ કરી શકશો. ખર્ચનો પ્રસંગ.
વૃષભ આપની મૂંઝવણો યા નાણાકીય ચિંતાનો ઉકેલ મળતો જણાય. વિવાદ ટાળજો. મિથુન આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે. કૌટુંબિક યા વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
કર્ક આપના મહત્વનાં કામકાજો અંગે કેટલાક અવરોધ હશે તો ધીમેધીમે દૂર થાય. સિંહ આપના ગૃહજીવનના પ્રશ્નો કે વ્યવસાયિક સમસ્યાનો ઉકેલ મેળવી શકશો.
કન્યા ચિંતાઓનો વિચાર કરવા કરતાં આશાઓનો વિચાર વધુ ફળદાયી નીવડશે. તુલા આપના મનોવૈજ્ઞાનિક સમતોલનને જાળવી રાખજો. નાણાકીય પ્રશ્ન હલ થઈ શકે.
વૃશ્ચિક અંતઃકરણમાં વિષાદ યા બેચેની હશે તો દૂર થાય. ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય. ધન આપના પ્રયત્નોનું ઇચ્છિત ફળ અટકતું લાગે. વધુ વિલંબ થતો લાગે. વિવાદ ટાળજો. મકર આર્થિક-વ્યવસાયિક અને કૌટુંબિક બાબતો અંગે સંજોગ સાનુકૂળ સર્જાતા લાગે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.