ડોનાલ્ડ ટ્રમ્પ એક કલાકથી વધુ સમય મોડા પડતાં નરેન્દ્ર મોદીને તેમની ઘણી વાર સુધી રાહ જોવી પડી
હ્યૂસ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે અમેરિકાના હ્યૂસ્ટન (Houston)માં આયોજિત હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં 50 હજાર લોકોને સંબોધિત કર્યા. એનઆરજી સ્ટેડિયમમાં ખીચોખીચ ભરેલા ભારતીય મૂળના લોકોને પીએમ મોદીએ પોતાના ભાષણના માધ્યમથી મજબૂત ભારતની તસવીર રજૂ કરી. જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ‘Howdy Modi’ કાર્યક્રમમાં એક કલાકથી વધુ વિલંબથી પહોંચ્યા. એવામાં ભારતીય વડાપ્રધાનને ઘણી વાર સુધી રાહ જોડી પડી.
ટ્રમ્પ કેમ મોડા પહોંચ્યા?
હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નું ભાષણ રાત્રે 9:20 વાગ્યે શરૂ થયું. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને સંબોધન કરવાનું હતું, પરંતુ તેઓ Howdy Modi કાર્યક્રમાં રાત્રે 10:25 વાગ્યે પહોંચ્યા. એટલે કે એક કલાક 5 મિનિટ મોડા. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ એટલા માટે મોડા પડ્યા કારણ કે તેમને હ્યૂસ્ટનમાં પૂરની સ્થિતિનું બ્રીફિંગ લેવાનું હતું. નોંધનીય છે કે, હ્યૂસ્ટનમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવામાન ખૂબ જ ખરાબ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અત્યાર સુધી 5 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
‘Howdy Modi’માં ડોનાલ્ડ ટ્રમ્પનું ભાષણ રવિવાર રાત્રે 9:39 વાગ્યે શરૂ થવાનું હતું અને તેઓ લગભગ અડધો કલાક સંબોધન કરવાના હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ શરૂ થવાનું હતું. ટ્રમ્પ મોડા પડતાં પીએમ મોદી 9:20 વાગ્યે સ્ટેજ પર પહોંચ્યા. લગભગ અડધો કલાક બોલ્યા બાદ તેઓએ સ્ટેજ છોડી દીધું. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફરી સ્ટેજ પર આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.