કાશ્મીરમાં આતંકીઓ પર સેનાનો ડબલ એટેક, શ્રીનગર-શોપિયાંમાં 4 આતંકી ઠાર મરાયા

 

દક્ષિણ કાશ્મીરમાં સેનાએ રવિવારે બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર માર્યા. સૌથી પહેલા સેનાએ શોપિયાં જિલ્લામાં એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યો. જે બાદ શ્રીનગરમાં જાદિબલમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને સેનાએ ઠાર માર્યા.

પોલીસ અને સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે અને આસપાસથી પસાર થનારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય આવાસીય ઠેકાણાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર આતંકી કોઈ રહેવાસી મકાનમાં છુપાયેલા હોઈ શકે છે. સૂત્રો અનુસાર બે થી ત્રણ આતંકવાદી એક ઘરમાં છુપાયેલા છે. પોલીસ અને સેનાના નિર્દેશ પર આ વિસ્તારમાં હાલ ઈન્ટરનેટ અને મોબાઈલ સુવિધા બંધ કરી દેવાઈ છે.

ઈન્ટરનેટ નેટવર્ક દ્વારા આતંકવાદી ઑપરેશન દરમિયાન અંદરોઅંદર વાતચીત ચાલુ રાખવામાં સફળ થઈ જાય છે. આ સિવાય આંતકવાદીઓને પોલીસ અને સેનાના મૂવમેન્ટની પણ જાણકારી મળી જાય છે. આ કામમાં સરહદ પાર બેસેલા આતંકના આકાઓ આતંકવાદીઓની મદદ કરે છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળો માટે શોપિયાં અને પંપોર મુઠભેડ મોટી સફળતા છે. છેલ્લા બે અઠવાડિયાની અંદર સુરક્ષાદળોએ લગભગ બે ડઝન આંતકવાદીઓ ઠાર માર્યાં છે. જો સમગ્ર વર્ષની વાત કરીએ તો અત્યાર સુધી 100થી વધારે આતંકવાદીઓ ઠાર માર્યાં છે.

પંપોરની મસ્જિદમાં ઘૂસેલા બંને આતંકવાદી ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરના અવંતીપોરા અને શોપિયાં ખાતે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતુ. અવંતીપોરા ખાતે ગુરૂવારે એક આતંકવાદી માર્યો ગયો હતો અને બાકીના બે આતંકવાદીઓ નજીકની મસ્જિદમાં સંતાઈ ગયા હતા. જે શુક્રવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન ઠાર મરાયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.