જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલ મુઝાહિદ્દીન બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. હેરાનીની વાત એ છે કે પકડાઇ ગયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મુ કાશ્મીર પોલીસના એક ડીએસપી પણ તેમા હતો. સુરક્ષાદળોએ તેની પણ ધરપકડ કરી લીધી છે.
પકડાઇ ગયેલા આતંકીઓમાં સૈયદ નવીદ મુશ્તાક ઉર્ફે નવીદ બાબુ પણ છે. જેનો નંબર આતંકી સરગના રિયાઝ નાઇકુ બાદ આવે છે. આતંકીઓએ સાથે પકડાયેલા ડીએસપીની ઓળખ દેવિંદર સિંહ તરીકે થઇ છે. જે એરપોર્ટ સિક્યોરિટીમાં ફરજ બજાવે છે.
અધિકારીઓએ જણાવ્યું કે, ડીએસપી આતંકીઓને ઘાટીથી બહાર નિકળવામાં મદદ કરી રહ્યો હતો. ડીએસપીને આતંકીઓ સાથે ધરપકડ કરવાની કાર્યવાહીની દક્ષિણી કાશ્મીરનાં ડીઆઇજી અતુલ ગોયલના નેતૃત્વ કર્યું અને કુલગામની પાસે આતંકીઓની કારને અટકાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.