કાશ્મીરને લઇ આડોડાઈ કરતાં તુર્કીને ભારત ભણાવશે બરાબરનો પાઠ

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેર તૈયપ્પ અર્દોગનના કાશ્મીર મુદ્દા પર ટિપ્પણીને લઇ ભારતે તુર્કીના રાજદૂતને સમન્સ પાઠવ્યા અને કડક વિરોધ નોંધાવ્યો. રિપોર્ટસના મતે આ કેસ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ભારત તુર્કીની સામે પોતાની નારાજગી વ્યક્ત કરવાના બીજા વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેર તૈય્યપ અર્દોગને પાકિસ્તાનની તાજેતરમાં મુલાકાત કરી હતી. તેમણે કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યકત કરી હતી અને કાશ્મીરીઓના સંઘર્ષની તુલના પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન તુર્કી લોકોના સંઘર્ષથી કરી દીધી હતી.

ભારતે તુર્કીના રાજદૂત સકીર ઓજકાન તોરૂનલરને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યા અને ડિમાર્શ (વિરોધ) રજૂ કર્યો. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યું કે ભારતે તુર્કી રાષ્ટ્રપતિ અર્દોગનની કાશ્મીર પર ટિપ્પણીને લઇ કડક વિરોધ કર્યો છે. આ ઘટનાક્રમોની આપણા દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર અસર પડી શકે છે. આ પ્રકારના નિવેદન ના તો ઇતિહાસની સમજને દેખાડે છે અને ના તો કૂટનીતિને. ભારતે તુર્કીના પાકિસ્તાન દ્વારા સીમા પાર આતંકવાદને યોગ્ય ગણાવાની કોશિષોની જગ્યાએ તેને નકારી દીધું છે. તુર્કીના રાષ્ટ્રપતિનું નિવેદન ઐતિહાસિક ઘટનાક્રમ સાથે છેડછાડ કરી હાલની અધૂરી તસવીર ખેંચવાની કોશિષ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.