કાશ્મીરમાં યુવાઓ પાસે બંદુક ઉઠાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, મહેબૂબાનુ ફરી ભડકાઉ નિવેદન

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ એવુ નિવેદન આપ્યુ છે કે, તેના કારણે તેમનો પાકિસ્તાન તરફેનો ઝુકાવ ફરી સામે આવ્યો છે.

મહેબૂબા મુફતીએ ચીન સાથે જે રીતે વાતચીત થઈ રહી છે તે જ રીતે પાકિસ્તાન સાથે પણ વાટાઘાટો કરવાની સલાહ આપી છે.તેમણે સવાલ પૂછ્યો છે કે જો ચીન સાથે વાતચીત થતી હોય તો પાકિસ્તાન સાથે કેમ નહીં …આ પહેલા રાજ્યના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લા ચીનની મદદથી કાશ્મીરમાં કલમ 370 ફરી લાગુ કરવા માટે જાહેરાત કરી ચુક્યા છે.

દરમિયાન મહેબૂબા મુફતીએ કહ્યુ હતુ કે, આપણે ચીન સાથે વાત કરી શકતા હોય તો પાકિસ્તાન સાથે પણ વાત કરવામાં શઉં વાંધો છે.આપણે તો ચીનને આપણી પોતાની જમીન પાછી લેવા માટે આજીજી કરી રહ્યા છે.

જોકે મહેબૂબા મુફતી અને ફારુખ અબ્દુલ્લાએ વિવાદીત બયાનો આપ્યા હોય તેવુ પહેલી વખત નથઈ બન્યુ.આ પહેલા પણ ફારુખ અબ્દુલ્લાએ તો કહ્યુ હતુ કે, સારુ થશે જો કાશ્મીર ચીન સાથે ભેગુ થઈ જાય.કારણકે જમ્મુ કાશ્મીરમાં તો લોકો હવે પોતાને ભારતીય કહેવા માટે જ તૈયાર નથી.

મહેબૂબા મુફતીએ ભડકાઉ નિવેદન આપતા કહ્યુ હતુ કે, આજે કાશ્મીરમાં યુવાઓ પાસે નોકરી નથી આ સંજોગોમાં તેમની પાસે હથિયાર ઉઠાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.આતંકી કેમ્પોમાં ભરતી વધવા માંડી છે.ભાજપ જમ્મુ કાશ્મીરની જમીનને વેચી દેવા માંગે છે.આજે બહારથી આવનારા લોકો કાશ્મીરમાં નોકરીઓ કરી રહ્યા છે પણ કાશ્મીરના યુવાઓને નોકરીઓ મળી રહી નથી.

જમ્મુ પહોંચેલા મહેબૂબાએ કહ્યુ હતુ કે, વાલ્મિકિ સમાજ કે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને મળનારા અધિકાર સામે આમને વાંધો થી પણ જમ્મુની હાલત તો કાશ્મીર કરતા પણ વધારે ખરાબ છે.કલમ 370 હિન્દુ કે મુસ્લિમ સાથે જોડાયેલો વિષય નથી પણ રાજ્યની આગવી ઓળખ માટે આ કલમ છે.ભાજપે તો કાશ્મીરી પંડિતોને ફરી વસાવવાનો વાયદો કર્યો હતો પણ તેના પર કોઈ કામ થયુ નથી.

દરમિયાન ભાજપના નેતા અમિત માલવીયે કહ્યુ હતુ કે, યુવાઓને નોકરી નથી મળી રહી તેવુ મહેબૂબા કહેતા હોય તો તે તેમના જ સરકારની કામગીરીનુ રિપોર્ટ કાર્ડ રજૂ કરી રહ્યા છે.તેઓ યુવાઓને ભડાકાવવા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.