જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ બહુ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો છે.
જમ્મુ કાશ્મીરના સુરણકોટમાં સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હિલચાલ કરી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષાદળો દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.જેમાં પ્રાકૃતિક ગુફા જેવા સ્થળે છુપાવાયેલા 19 હેન્ડ ગ્રેન્ડ મળી આવ્યા હતા.
જોકે અધિકારીઓએ કહ્યુ હતુ કે, આ મામલામાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી પણ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં શાંતિ ભંગ કરવાનુ જે ષડયંત્ર હતુ તેનો પર્દાફાશ થયો છે તેમજ સુરક્ષાદળો પરનો મોટો હુમલો ટાળી શકાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.