કચ્છના એક પ્રગતિશીલ ખેડૂતો ખારેકમાંથી ગોળ તૈયાર કર્યો છે. કચ્છ રણ પ્રદેશ હોવાથી અહીં ખારેકનું ઉત્પાદન મોટાપાયે થાય છે. અહીંની ખારેક આખી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ખેડૂતનો એવો પણ દાવો છે કે ખારેકમાંથી તૈયાર કરેલા આ પ્રવાહી ગોળ ડાયાબિટિસના દર્દીઓ પણ ખાઈ શકશે.
હંમેશા કંઈક નવો આવિષ્કાર કરવાની ખેવના ધરાવતા કચ્છના એક ખેડૂતે નવી જ શોધ કરી છે. ખેડૂતે પોતાના ખેતરમાં તૈયાર થતી ખારેકમાંથી ગોળ તૈયાર કર્યો છે. ભુજના વેલજીભાઈ ભુડિયાને ગયા જૂન-જુલાઈ મહિનામાં ખારેકમાંથી ગોળ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે બાદમાં તેમણે ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે. આ ગોળને ચકાસણી માટે તેમણે લેબોરેટરીમાં પણ મોકલાયો હતો. લેબોરેટરીમાં આ ગોળ આરોગ્યપ્રદ હોવાનું સાબિત થયું હતું.
આ ગોળ ચા, કોફી, દૂધ, લાડુ, મોહનથાળ જેવી મીઠાઈઓમાં પ્રાકૃતિક મીઠાશ ઉમેરે છે. ડાયાબિટિસના દર્દીઓ નિશ્ચિત થઈને મીષ્ટાનનો સ્વાદ માણી શકશે.
વાલજીભાઈએ અભ્યાસ કર્યા બાદ વર્ષ 2006 ખેતી ક્ષેત્ર જંપલાવ્યું હતું. તેમણે બાગાયતી ખેતીની શરૂઆત કરી હતી. જે બાદમાં તેમણે માર્કેટમાં વિવિધ ફળોના જ્યુસ મૂક્યા હતા. જેમાં કેરી, દાડમ, જામફળ, ચણીયાબોર, સીતાફળ સહિત જ્યૂસનો સમાવેશ થાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.