ઘઉં, ચોખા, કઠોળને સ્ટોર કરવા માટે અપનાવો આ ટિપ્સ, આખું વર્ષ નહીં થાય ખરાબ

Storage tips : જ્યારે પણ આપણે ઘઉં, ચોખા અથવા કઠોળને લાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ, ત્યારે તે થોડા દિવસોમાં જ બગડવા લાગે છે અને તેમાં ફૂગ અથવા જંતુઓ પડી જાય છે. તેનાથી બચવા માટે આપણે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

 જ્યારે પણ આપણે ઘઉં, ચોખા અથવા કઠોળને લાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ, ત્યારે તે થોડા દિવસોમાં જ બગડવા લાગે છે

જ્યારે પણ આપણે ઘઉં, ચોખા અથવા કઠોળને લાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ, ત્યારે તે થોડા દિવસોમાં જ બગડવા લાગે છે

લાઇફસ્ટાઇલ ડેસ્ક: આજે ગૃહિણીઓ માટે સૌથી મોટી સમસ્યા છે વિવિધ કઠોળને આખા વર્ષ માટે બગડે નહીં તે રીતે સ્ટોર કરવા. કારણ કે, જ્યારે પણ આપણે ઘઉં, ચોખા અથવા કઠોળને લાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ, ત્યારે તે થોડા દિવસોમાં જ બગડવા લાગે છે અને તેમાં ફૂગ અથવા જંતુઓ પડી જાય છે. તેનાથી બચવા માટે આપણે જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લાવ્યા છીએ, જેની મદદથી તમે સરળતાથી કોઇ પણ દવાનો ઉપયોગ કર્યા વગર આ સમસ્યાથી બચી શકો છો.

અનાજના સ્ટોર કરવા તૈયાર કરો બિન્સ

અનાજને સ્ટોર કરવા તમે રાખેલા ડબ્બાઓને સારી રીતે સાફ કરો. ઉપરાંત, ફ્લોરની નીચેની જગ્યાઓ તપાસો. જંતુઓને એકમાંથી બીજે જવા માટે આ એક સારું સ્થાન હોઈ શકે છે.

સારી ગુણવત્તાનું અનાજ ખરીદો

કોઇપણ અનાજને સ્ટોર કરવા માટે તમારે તેની ગુણવત્તા ખાસ ચકાસવી જોઇએ. જેથી તમે સરળતાથી તેને લાંબા સમય સુધી સાચવી શકો.

સારી રીતે કરો ડ્રાઇ

અનાજને સ્ટોર કરતા પહેલા તેમાં રહેલા ભેજને સારી રીતે સૂકવવો જોઇએ. તે માટે અનાજને પહેલા થોડા સમય માટે તડકામાં સૂકવો. જૂના અને નવા લાવેલા અનાજને ક્યારેય મિક્સ ન કરો. તમે ચણા અને ઘઉંને તડકામાં સૂકવી શકો છો. પરંતુ ચોખાને ક્યારેય પણ ન સૂકવશો. કારણ કે તે ખરાબ થઇ શકે છે.

સૂકાયેલા લીમડાના પાંદડાઓનો ઉપયોગ કરો

અનાજને સ્ટોર કરવા માટે તમે સૂકાયેલા લીમડાના પાંદડાઓનો ઉપયોગ કરી શકો છો. તે જીવ જંતુઓને અનાજથી દૂર રાખશે અને લાંબા સમય સુધી તમારું કઠોળ સારું રહેશે.

અન્ય ઉપાય

  • હાલ મોટા ભાગે અનાજ સ્ટોર કરવા માટે લોકો પ્લાસ્ટિકના કન્ટેનરનો જ ઉપયોગ કરે છે, જે એકદમ યોગ્ય છે. તમે જ્યાં કન્ટેનર રાખો છો તે જગ્યાએ ચારકોલ લગાવી દો.
  • સ્ટોર રૂમને વારંવાર ન ખોલો પરંતુ દર 15 દિવસે તેમાં રાખેલા અનાજને તપાસો.
  • સ્ટોર રૂમ વેન્ટિલેટેડ હોવો જોઈએ અને જરૂર પડ્યે એર સીલ પણ કરી શકાય તેવો હોવો જોઇએ.
  • સ્ટીલના કન્ટેનરમાં અનાજનો સંગ્રહ કરતા પહેલા, તેને અંદરથી રંગો. જેથી અનાજને ભેજ ન લાગે.
  • જો તમે જૂની કોથળીઓનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને મેલાથિઓન દ્રાવણમાં 10 મિનિટ માટે ડુબાડી રાખો અને પછી તેને સૂકવીને તેનો ઉપયોગ કરો. અનાજની બોરીઓ હંમેશા દિવાલોથી દૂર રાખવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.