દિગ્દર્શક અલી અબ્બાસના દિગ્દર્શનમાં બની રહેલી કેટરિના કૈફની સુપરહીરો ફિલ્મ હાલ ચર્ચામાં છે.આ એક મેગા બજેટ ફિલ્મ છે.જોકે હજી સુધી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું નથી, પરંતુ કેટરિના લાંબા સમયથી પોતાના પાત્રની તૈયારી કરી રહી છે. કેટલાય સમયથી ચર્ચા હતી કે, કેટરિનાને આ ફિલ્મમાં કોની સાથે રોમાન્સ કરતી દેખાડવામાં આવશે.
સૂત્રની વાત સાચી માનીએ તો, કેટરિનાની ઓપોઝિટ આ ફિલ્મમાં કોઇ પુરુષ અભિનેતાને લેવામાં આવવાનો નથી. અલી અબ્બાસ ઝફરે એક વાતચીતમાં કહ્યું હતું કે, આ ફિલ્મમાં કેટરિના કૈફના ઓપોઝિટ કોઇ હીરોની જરૂર નથી. ફિલ્મમાં તે પોતે જ એક હીજો છે. આ ફિલ્મ બહુ ઊંચા સ્તરની અને અલગ જ બનવાની છે.કેટરિના આ ફિલ્મમાં કોઇની સાથે રોમાન્સ કરતી જોવા નહીં મળે.
આ ફિલ્મનું શૂટિંગ પોલેન્ડ, જ્યોર્જિયા, દુબઇ, અબુધાબી અને ઉત્તરાખંડમાં થવાનું છે. દુબઇ અને અબુધાબીના લોકેશનને લોક કરી દેવામાં આવ્યું છે.
અલ્લી અબ્બાસ ઝફરે એમ પણ કહ્યું હતું કે, હાલ હું કેટરિનાને લઇને ફિલ્મ બનાવી રહ્યો છું. આ પછી મિસ્ટર ઇન્ડિયાને લઇને ફિલ્મ બનાવીશ. ત્રીજો સુપરહીરો આપણા પુરાણોમાંથી લેવામાં આવશે અને ચોથો ઇન્ડિયન આર્મીનો હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.