કેટરીના ની ચોલી: જાણો, આ વેડિંગ આઉટફિટની કિંમત શુ છે? અને તમારા સુધી આ ડિઝાઇન ક્યારે પહોંચશે?

પ્રથમ કોપીની કિંમત માર્કેટમાં સવા લાખ થી દોઢ લાખ વચ્ચે હશે.

ગમે તેટલું ઝડપી કામ થશે પણ આ ડિઝાઇન 2 મહિના પહેલાં તો માર્કેટમાં નહીં જ આવે.

ઘણા બધા લોકોને વિકી-કેટના લગ્ન પહેલાં મનમાં એક પ્રશ્ન હતો કે, કેટરીના કૈફે લગ્નમાં કેવા કલરની ચોલી પહેરશે? કેટરીનાએ ચોલી માટે રેડ કલર પસંદ કર્યો. ભારતમાં હાલ વેડિંગ ડ્રેસ માટે લોકોની ચોઈસ બદલાઈ ગઈ છે અને નવા રંગો એક્સપરિમેન્ટ કરી રહ્યા છે. દીપિકા, અનુષ્કા કે પછી પ્રિયંકા, આ ત્રણેયે લગ્નથી લઈને રિસેપ્શનમાં એક વખત તો લાલ રંગ પહેર્યો જ હતો. કેટરીનાએ પણ આ જ ટ્રેન્ડ આગળ વધારીને લાલ રંગની ચોલી પહેરી.

ખાસ ચોલી શું હતું?

ફેશન ડિઝાઈનર શિલ્પી આહુજાએ કહ્યું, કેટરીનાની ચોલી ફેબ્રિક હેન્ડ વુવન મટકા સિલ્કની હતી. વેલ્વેટ બોર્ડર પર એન્ટિક જરદોશીના કામથી ટ્રેડિશનલ લુક આવી રહ્યો છે. આ ચોલી સાથે તેણે સિલ્ક ઓર્ગેન્ઝા શિયર દુપટ્ટો કેરી કર્યો છે. આ ચોલીની કિંમત 17થી 20 લાખ રૂપિયા ચર્ચાઈ રહી છે.

લોકલ માર્કેટમાં આ ડિઝાઇન ક્યાંરે આવશે?
દિલ્હીમાં ચાંદની ચોક સ્થિત લોકલ ડિઝાઈનર ના જણાવ્યા અનુસાર ચોલીનું વર્ક સમજવા અને આબેહૂબ તેના જેવી બનાવવામાં સમય લાગે છે. ગમે તેટલું ઝડપી કામ થાય પણ આ ડિઝાઇન 2 મહિના પહેલાં તો નહીં જ આવી શકે. હજુ આ ચોલીની આખી ડિઝાઇનવાળો ફોટો મળ્યો નથી. આ ડિઝાઇન જોયા પછી કારીગર તેને સમજશે અને કામ શરૂ કરશે. આની પહેલી કોપી 60 દિવસોની અંદર માર્કેટમાં આવી શકે છે, બીજી-ત્રીજી કોપી આવતા ચાર-પાંચ મહિનાનો સમય લાગી જશે.

પ્રથમ કોપીની કિંમત શું હશે?

મને જણાવ્યું, પ્રથમ કોપીની કિંમત માર્કેટમાં સવાથી દોઢ લાખ વચ્ચે હશે. બીજી કોપી 90 હજાર રૂપિયા અને ત્રીજી કોપીની કિંમત 40-50 હજાર રૂપિયા હોય શકે છે. આ ડિઝાઇન અલગ-અલગ કારીગર સુધી પહોંચશે ત્યારે તેની કિંમત 25થી 30 હજાર રૂપિયા હશે. એટલે કે કેટરીના જેવા જ વેડિંગ આઉટફિટ માટે તમે જેટલી વધારે રાહ જોશો, તેટલી જ વધારે કિંમત ચૂકવવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.