સરસ્વતી નદીમાં સરામણામા આવતા લોકો માટે બેસવા મંડપ તેમજ પાણી માટે ટેન્કરની સુવિધા પુરી પાડવામાં આવી હતી
News Detail
સિદ્ધપુરના આ પરંપરાગત મેળામાં રંગબેરંગી ગ્રામ્ય ભાતીગળ પોષાકમાં સંસ્કૃતિની ઝલક દેખાય છે. સિધ્ધપુર માતૃસ્થાન સમુહ બિંદુ સરોવર સ્થિત કાર્તિક ભગવાનના મંદીરના દ્વાર વર્ષમાં એક માત્ર કારતક માસના દિવસે ખુલે છે. તેરસ ના દિવસે કુવારીકા સરસ્વતી નદીમાં ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ થતો હોવાની લોકવાયકાને લઈ લાખો શ્રધ્ધાળુઓ નદીમાં ડુબકી મારે છે.અને આ વખતે તો સરસ્વતી ચેકડેમમાં પણ પાણી ભરાયેલું છે જેથી શ્રદ્ધાળુઓ મા વધું આનંદ ની લાગણી જોવા મળી હતી.
સિદ્ધપુરના પરંપરાગત લોકમેળામાં શેરડીનું મસ્ત મોટું બજાર જામ્યું છે. મીઠી મધુરી લીલીછમ શેરડીના સાંઠા સિધ્ધપુર મેળાની આગવી ઓળખ છે. અંદાજે 75થી વધુ શેરડીની ટ્રકો ઠલવાતા લોકોએ શેરડી ખરીદી તેનો લાભ ઉઠાવ્યો હતો. શેરડીનો ભાવ 50 થી 60 રૃપિયા એક ભારી વેચાણ થાય છે.
સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારીના બે વર્ષ પછી આ વર્ષે કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો માણવા લાખોની સંખ્યામા લોકો ઉમટી પડશે જેને ધ્યાનમાં રાખીને મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકા દ્વારા એક આખી અલગ ટીમ ઊભી કરવામા આવી છે. તેમજ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે અને ઘોડેસવાર પોલીસ મેળાની તમામ હલચલ પર બાજનજર રાખશે અને મેળામા મુખ્ય સ્થાનો પર લાઈવ સીસીટીવી વાળી એલઈડી મુકવામા આવી છે.
મેળામાં લાઈટના પુરવઠા માટે નવી ડીપી તેમજ ફીડર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. ટ્રાફિકના નિયમન હેતુથી દર વર્ષની જેમ બિંદુ સરોવરથી બહારથી આવતા વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે અને પોલીસ પોઈન્ટ મૂકવામાં આવશે.
પ્રમુખે વધુમા જણાવ્યુ હતુ કે, ગયા વર્ષ કરતા આ વર્ષે નવી અને અવનવી 2 મોટી ડોગલા ચગડોળ , 3 મોટી નાવડી, 3 બ્રેકડાન્સ , 2 તોરાતોરા , 3 ત્રાંસી ચકડોળ , 2 મોત ના કુવા, 2 સળિયા ચકડોળ , 2 ઝેબ્રારાઇડ્સ , 3 મોટી વિમાન રાઇડ્સ જેવી 15 થી 20 નાની મોટી રાઈડ્સો લગાવામાં આવી છે તેમજ નાના બાળકો ના મનોરંજન માટે પણ મિકી માઉસ , સેલ્ફ સ્વીમીંગ રાઈડ્સ , હેલિકોપ્ટર રાઈડ્સ , મીની હોડીયૂ , બાઈક રાઈડ્સ જેવી વગેરે લગાવવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.