ક્યાંક બજારો બંધ દેખાયા તો ક્યાંક દુકાનો ખુલ્લી રખાઇ, ‘ભારત બંધ’ એલાનના ગુજરાતમાં કેવાં પડઘા જોવાં મળ્યાં?”..

દલિત-આદિવાસી સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. ત્યારે આની અસર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જોવા મળી છે.

1. ગુજરાત બંધ

આજે દલિત-આદિવાસી સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. વાસ્તવમાં આ આહ્વાન ક્રીમી લેયરની અંદર ક્વોટા અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ત્યારે ભારત બંધના પડધા ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યા હતા.

2. મહીસાગર

જેમાં મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યુ હતુ. બાલાસિનોર નગરના નગરજનો દ્વારા બંધના એલાનને તમામ વેપારીઓએ કર્યું સમર્થન કર્યું હતુ. વહેલી સવારથી બાલાસિનોર નગરની તમામ દુકાનોમાં સજ્જડ બંધ જોવા મળી હતી. નગરના એસ.સી સમાજ દ્વારા જય ભીમ ના નારા સાથે નગરમાં રેલી યોજાઇ હતી. ત્યારે આ દરમિયાન કોઇ ઘટના ન સર્જાય તેને લઇ બાલાસિનોર પોલીસ દ્વારા નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

3. પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં મોરા ખાતે બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યુ હતુ. જેમાં મોરવા હડફના મોરા ગામમાં આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બંધ એલાનને લઇ મોરા ગામના તમામ વેપારીઓએ સમર્થન કર્યુ હતુ. સવાર થી મોરા ગામની તમામ દુકાનોમાં સજ્જડ બંધ જોવા મળી હતી. આદિવાસી સમાજ દ્વારા પેટા જાતિ વર્ગીકરણ અંગેના ચુકાદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા મોરા ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

4. સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં અનુસુચીત જાતીના સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટના અનામત વર્ગીકરણના ચુકાદાને લઇ ટ્રેન રોકી વિરોધ કરાયો હતો. સુરેન્દ્રનગર થી ભાવનગર તરફ જતી ટ્રેન લોકોએ અટકાવી હતી. ગણપતિ સ્ટેશન પાસે અનુસૂચિત જાતિ દ્વારા ટ્રેન રોકી કર્યો બહોળો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ટ્રેન રોકતા ઘટના સ્થળે ડિવાયએસપી સહીતનો કાફલો પહોંચ્યો હતો.

5. ઇડર

S.C S.T આરક્ષણમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર લાગુ કરાતા વિરોધ ઇડરમાં બંધના એલાનને લઇ ઇડરમાં શાળા કોલેજો બંધ જોવા મળી હતી. બંધના એલાનને લઇ ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ઉપરાંત એસ.સી એસ.ટી સમાજના સંગઠનો દ્વારા રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. તથા સ્વયંભૂ બજાર બંધ જોવા મળ્યું હતુ. ત્યારે આ ઘટનાને લઇને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઇ પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો.

6. નવસારી

ભારત બંધના એલાનના નવસારી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં બંધની કોઈ અસર જોવા મળી ન હતી. શહેરની અનેક બજારોમાં દુકાનો ખુલ્લી દેખાઈ હતી. નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં તથા ચીખલી, ખેરગામ અને વાંસદામાં બંધની કોઇ અસર જોવા મળી ન હતી. વિરોધ અને સુરક્ષાની દ્રષ્ટીએ કેટલાક સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

7. સાબરકાંઠા

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં બંધની અસર જોવા મળી હતી. ચિઠોડા,અંદ્રોખા અને આંતરસુબ્બા આશ્રમની બજારો બંધ જોવા મળી હતી. ઉપરાંત મોટાભાગના વેપારીઓ સ્વયંભૂ દુકાન બંધ રાખી વિરોધમાં જોડાયા હતા. ત્યારે આ ઘટનાને લઇ બજારમાં વાહનોની અવરજવર પણ ઓછી જોવા મળી હતી.

8. જુનાગઢ

સુપ્રીમકોર્ટ દ્વારા SC-ST અનામત અંગે આપેલા ચૂકાદાનો વિરોધમાં અરવલ્લીનું ભિલોડામાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. વેપારીઓએ ભિલોડા બંધના એલાનને સમર્થન આપ્યુ હતુ. ભિલોડા બંધના એલાનને પગલે શહેરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત ચૂકાદો પાછો નહીં ખેંચાય તો 13 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.