રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે સરકારે કોરોના મામલે ગાઈડલાઈન પણ જાહેર કરી પરતું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોતાના લગ્નમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી. આ ભીડને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતા પોલીસે કેતન વાઢુ સહિત 11 વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધરમપુર પોલીસે કોવિડ 19ના જાહેર નામા બદલ ગુનો નોંધ્યો છે. ત્યારે ભાજપના પ્રેશર બાદ પોલીસે આરોપીઓને તુરંત છોડી મુકતા ચર્ચાનો વિષય બન્યો છે.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા હતા. તમામ નિયમોનો ઉંલ્લઘન કરવામાં આવ્યો હતો. શું ભાજપના નેતાઓ કાયદાથી પર છે, નિયમો કાયદાઓ માત્રને માત્ર સામાન્ય પ્રજા માટે છે તેવા સવાલો પણ ઉભા થયા હતા. આ મામલે પોલીસે 11 લોકો સામે ગુન્હોં નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.