મહારાષ્ટ્રમાં એક તરફ કોરોનાના દર્દીઓની સંખ્યા તોફાની ઝડપે વધી રહી છે ત્યારે લોકડાઉનનુ પાલન કરવાની જગ્યાએ નેતાઓ જ તેનો ભંગ કરી રહ્યા છે.
આવા જ એક કિસ્સામાં રાયગઢ જિલ્લામાં લોકડાઉનમાં બર્થ ડે પાર્ટી યોજનારા ભાજપના કાઉન્સિલર સહિત 11ની ધરપકડ કરવામાં આવી છે.
પનવેલના કોર્પોરેટર અજય બહિરના બંગલા પર શુક્રવારે રાતે આ વ્યક્તિઓ ભેગા થયા હતા. તેઓ અજય બહિરનો જન્મદિવસ મનાવી રહ્યા હતા ત્યારે પોલીસને આ બાબતની જાણકારી મળી હતી.પોલીસે ત્યાં પહોંચીને બંગલાની અગાસી પરથી કાઉન્સિલર સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. તેમના પર અલગ અલગ ધારાઓ હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર કોરોના દર્દીઓના મામલે દેશમાં નંબર એક પર છે. હાલમાં અહીંયા દર્દીઓની સંખ્યા વધીને 1500ને પાર થઈ ગઈ છે. એકલા મુબંઈમાં 24 કલાકમાં કોરોનાના 210 કેસ સામે આવ્યા છે. મુંબઈમાં 1000 કરતા વધારે દર્દીઓ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.