એક વરિષ્ઠ અમેરિકન રાજનાયિકે તે રવિવારે કહ્યુ કે ભારતમાં અમેરિકન મિશન જૂલાઈ અને ઓગસ્ટમાં વધારેમાં વધારે વિદ્યાર્થી વિઝા અરજદારોને જગ્યા આપવા માટે સક્રિય રુપથી કામ કરી રહ્યા છે.
અમેરિકન દૂતાવાસમાં વાણિજ્ય મામલાને મિનિસ્ટર કાઉન્સિલર ડોન હેફલિને એમ પણ કહ્યું કે અમેરિકા જનારા વિદ્યાર્થીઓને દેશમાં પ્રવેશ કરાવવા માટે કોરોના રસીકરણના કોઈ પણ પ્રમાણ પત્રની જરુર નથી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુસાર તેમણે કહ્યુ કે અમેરિકામાં પ્રવેશ કરવા માટે રસીકરણની જરુર નથી. પરંતુ અનેક સંસ્થાનોને પોતાની જરુરીયાતો નક્કી કરેલી છે. અમેરિકામાં શિક્ષા પ્રણાલી સંઘીય સરકારથી સ્વતંત્ર રુપથી સંચાલિત થાય છે .
હેફલિનનું નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોરોનાને કારણે વિઝામાં મળવામાં કેટલાક પ્રતિબંધોને ધ્યાનમાં રાખી ઉચ્ચ શિક્ષા માટે અમેરિકા જવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે. દૂતાવાસે સોમવારથી ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા ઈન્ટરવ્યૂહ સ્લોટ આપવાનો શરુ કરશે. હેફલિને કહ્યુ કે અમે વિદ્યાર્થી અને તેમના પરિવારોને થનારા તણાવ અને ચિંતાને સમજીએ છીએ અને અમે જુલાઈ અને ઓગસ્ટમાં વધારેમાં વધારે વિદ્યાર્થી વિઝાના અરજદારોને જગ્યા આપવા માટે સક્રિય રુપથી કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યુ કે અમેરિકામાં 1 ઓગસ્ટ અથવા તે બાદ શૈક્ષણિક કાર્યક્રમ શરુ થઈ શકે છે અને તે માટે અમેરિકા જનારા ઈચ્છુક વિદ્યાર્થી શૈક્ષણિક કાર્યક્રમ શરુ થવાના 30 દિવસ પહેલા સુધી ત્યાં આવી શકે છે. હેફલિનેકહ્યુ કે આ મામલે એનઆઈઈની જરુરીયાત નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.