દેશમાં ત્રિપલ તલાકનો નવા કાયદો આવ્યા પછી પણ મુસ્લિમ મહિલાઓ સુરક્ષિત નથી. આજે પણ ત્રિપલ તલાકના કેસો સામે આવી રહ્યા છે. આજે પણ અમદાવાદના બે અલગ અલગ વિસ્તારોમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોધાઈ છે. દરિયાપુરમાં એક 30 વર્ષીય પરિણીતાએ પતિએ મોબાઈલ પર ત્રણવાર તલાક કહીને તલાક આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે, જ્યારે અન્ય એક કિસ્સો વેજલપુરનો છે. વેજલપુરમાં એક પતિએ ટપાલ મારફતે પત્નીને ત્રિપલ તલાક આપ્યા છે.
શહેરની બન્ને ઘટનાઓની વાત કરીએ તો, અમદાવાદના દરિયાપુરમાં કાજી મહોલ્લા પાસે એક 30 વર્ષીય પરિણીતા રહે છે. તેણે 2010માં પ્રથમ લગ્ન થયા હતા. લગ્નને થોડા સમય બાદ એક દીકરીનો જન્મ થયો હતો. બાદમાં પતિ સાથે મનમેળ ન રહેતા વર્ષ 2012માં કાયદેસર છૂટાછેડા લીધા હતા.
ત્યારબાદ વર્ષ 2016માં તેણે બોરસદ ખાતે એક યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. જેથી પતિ સાથે પણ ઝઘડા થતા રહેતા હતા.
આ લગ્નથી યુવતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. બાદમાં સાસરિયાઓએ ત્રાસ આપતા પતિએ કેસ કર્યો હતો. કોર્ટ કેસ ચાલુ હતો તેવામાં જ પતિ સાઉદી અરેબિયા ગયો હતો. આ દરમિયાન પતિ તેના પુત્ર સાથે વીડિયો કોલિંગ મારફતે વાત કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.