કાયમ માટે બંધ થઈ આ પેમેન્ટ બેંક, તમારા રૂપિયા સમય પહેલા કાઢી લેજો

દેશમાં બેન્કિંગ સેવાઓને ઘર-ઘર પહોંચાડવા માટે RBIએ વર્ષ 2015માં પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી. આ બેંકના લાયસન્સ માચે દેશની 41 કંપનીઓએ RBIને અરજી કરી હતી પણ તેમાંથી માત્ર 11ને જ લાયસન્સ આપવામાં આવ્યું હતું.

આ જ પેમેન્ટ બેંકોમાંથી એક આ બેંકનું કામકાજ બંધ થઈ ગયું છે. એવામાં હવે આ બેંકના ગ્રાહકો નિશ્ચિત સમય સુધીમાં પોતાના પેમેન્ટ બેંકમાંથી રૂપિયા કાઢી લેવાના રહેશે.

પેમેન્ટ બેંક વોડાફોન m-pesaનું કામકાજ બંધ થઈ ગયું છે. વાત એ છે કે, વોડાફોને સ્વેચ્છાએ પેમેન્ટ બેંક વોડાફોન m-pesaના લિક્વિડેશન માટે એટલે કે બંધ કરવા માટેની અરજી કરી હતી. ત્યાર બાદ હવે RBIએ વોડાફોન m-pesaના COAને રદ્દ કરી દીધું છે. RBIના આ નિર્ણય બાદ કંપની હવે પ્રીપેડ દ્વારા ચૂકવણીનું કામ કરી શકશે નહીં. મતલબ કે પેમેન્ટ બેંકનું કામકાજ બંધ થઈ ગયું છે.

જો, ગ્રાહકો કે વેપારીઓના PSOના રૂપમાં કંપનીની ઉપર કોઈ વૈધ દાવો હોય તો તે COA રદ્દ થવાના 3 વર્ષની અંદર એટલે કે 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં દાવો કરી શકે છે. ગ્રાહકોએ આ ડેડલાઈન સુધીમાં દરેક રીતના દાવાઓને નીપટાવી લેવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.