‘કૌન બનેગા કરોડપતિ’ સૌથી ફેમસ રિયાલિટી શોમાંથી એક છે. છેલ્લા 19 વર્ષથી આ શો બીગ બી જ હોસ્ટ કરે છે. જ્યારે અમિતાભ બચ્ચનને આ શો ઑફર થયો, ત્યારે તેમની પરિસ્થિતિ સારી ન હતી. જેનાં કારણે તેમણે તરત જ હા પાડી દીધી. પરંતુ ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં બચ્ચને જણાવ્યુ હતું કે ‘ મારા આ નિર્ણય સાથે મારો પરિવાર સહેમત નહોતો’ ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો.
અમિતાભે ક્વિઝ શો કરવાનો નિર્ણય કર્યો ત્યારે વિચાર્યુ ન હતુ કે, એક બોલિવુડ સ્ટાર રહી ચૂક્યા છે તો પણ ટીવીમાં શા માટે જઈ રહ્યા છે. એક ચેટ શો દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યુ કે, ”મારી પત્ની તેમજ મારા બાળકો પણ ઈચ્છતા નહોતા કે હું આ શો હોસ્ટ કરૂ.
શા માટે પરિવાર વિરુદ્ધમાં હતો એના પર બીગ બીએ વાત કરી કે, ‘ટીવીમાં પ્રોજેક્ટ મળવાથી અમે ચોંકી ગયા. કારણ કે મારો પરિવાર એટલે વિરુદ્ઘ હતો કે જયાએ કહ્યુ કે, ટીવી પર જવાથી મારી ઇમેજ ખરાબ થઇ જશે, કેમ કે એ નાનું માધ્યમ છે. પરંતુ મારા પાસે કોઇ વિકલ્પ ન હતો. મારી સ્થિતિ એવી હતી કે જો કોઇ મને કહેતુ કે રૂપિયા માટે જમીન સાફ કરો તો હું તે પણ કરવા માટે તૈયાર હતો.
તો આ જ વાત પર જયા બચ્ચને કહ્યુ હતું કે ”તેમને કામની જરૂર હતી એ વાત સાચી હતી. તેમણે અમારી જોડે વાત કરી. અમે તેમને સહકાર આપીને તે જરૂરી હતુ. પરંતુ હું તેમના નિર્ણય સાથે સંપૂર્ણપણે સહમત ન હતી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનને આ શોનાં કારણે ફરીથી ફેમ મળવાની શરૂઆત થઇ અને એ પછી ફિલ્મ ‘મોહબ્બતે’ મળી. નસીબનાં જોરે KBC અને ‘મોહબ્બતેં’ બંને હિટ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.