કૌન બનેગા કરોડપતિની 11મી સિઝનમાં પહેલી વાર કોઈ રાજનેતા હોટ સીટ પર પહોંચ્યો હતો. પરંતુ એનાથી વધારે ચોંકાવનારી વાત એ હતી કે આ એપિસોડમાં પહેલી વાર ઓડિયન્સ પોલનો જવાબ ખોટો પડ્યો હોય. કેબીસીના ઈતિહાસમાં લગભગ ક્યારેય ઓડિયન્સ પોલ દ્વારા નક્કી કરાયેલો જવાબ ખોટો નથી પડ્યો. એટલા માટે ઉત્તર પ્રદેશથી લખનઉના સ્પર્ધક સબરજીત સિંહ મક્કડ લગભગ 10 હજાર રૂપિયા જીતીને બહાર નીકળી ગયા.
પરંતુ એ બાદ એક્સપર્ટ દિગ્ગજ સ્પોર્ટસ જર્નાલિસ્ટ વિક્રાંત ગુપ્તાથી વિદાય લેવા માટે જ્યારે અમિતાભ પહોંચે ત્યારે તેણે કહ્યું કે, માફ કરજો બીગ બી પણ કદાચ ઓડિયન્સ અને પ્રશ્ન પુછવાની રીતમાં થોડી કમી રહી ગઈ. જો સાચી રીતે સવાલ પુછવામાં આવ્યો હોત તો જવાબ સાચો મળી શકતો હતો.
એવામાં વિક્રાંત ગુપ્તાએ જ્યારે આવા સવાલ ઉઠાવ્યા તો હવે શો પર સવાલ ઉઠી રહ્યા છે કે શું ટીવી ચેનલ પોતાના રિયાલીટી શો માટે પણ સ્ક્રિપ્ટ તૈયાર કરે છે? કારણ કે જે રીતે સબરજીત સિંહ આઉટ થયા કે તરત જ સમાપ્તિની પણ ઘોષણા કરવામાં આવી. જ્યારે આ પહેલા સબરજીત સિંહના જીવન સાથે જોડાયેલા એવા તથ્યો જણાવવામાં આવ્યા કે જે આગળના શો સાથે મળતા આવતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.