કેબિનટે બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવાયો

કેન્દ્રીય કેબિનેટમા મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. CNBC આવાજના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, સંકટના સમયથી પસાર થઈ રહેલી યસ બેંક ના રિસ્ટ્રક્ચરિંગ પ્લાનને મંજૂરી મળી ગઈ છે. સાથોસાથ, કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થાને થનારા નુકસાન વિશે પણ ચર્ચા થઈ છે. કેન્દ્રીય કર્મચારીઓ  અને પેન્શનધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. સરકારે 4 ટકા મોંઘવારી ભથ્થું વધારવાને મંજૂરી આપી દીધી છે.

મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું : કેબિનટે બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોટી રાહત આપતાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ, બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોનું 4 ટકા મોંઘવારી ભથ્થું વધારી દીધું છે. ગત સપ્તાહે જ રાજ્યસભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે માર્ચ મહિનાના પગારની સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળવા લાગશે.

>> મોંઘવારી ભથ્થું એવા રૂપિયા છે, જે દેશના સરકારી કર્મચારીઓને રહેવા-ભોજનના સ્તરને સારું બનાવવા માટે આપવામાં આવે છે. સમગ્ર દુનિયામાં માત્ર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એવા દેશ છે જેના સરકારી કર્મચારીઓને ભથ્થું આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.