વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકારથી કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી પગારમાં વધારાની રાહ જોતા આ કર્મચારીઓની માંગો આ નવેમ્બરમાં પૂરી થાય એવા અહેવાલ મળ્યા છે.
સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર આ અંગે છેલ્લા ઘણા સમયથી વિચારી કરી રહી છે. પરંતુ અન્ય મોટા મુદ્દાઓ રહેતા કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જોકે મોદી સરકાર આ કર્મચારીઓના પગારમાં વધારો કરે તો કર્મચારીઓને 7th Pay Commission હેઠળ ન્યૂનતમ પગાર મળશે. રિપોર્ટ મુજબ કેન્દ્રના આ નિર્ણયથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્માચારીઓને લાભ થશે. ઉપરાંત આ અંગે અંતિમ નિર્ણય નવેમ્બરમાં લેવાય એવા મજબૂત સંકેત પણ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકારી કર્મચારીઓનો ન્યૂનતમ પગાર વધારીને 18,000 રૂપિયા સુધી કરવામાં આવ્યો હતો. જોકે કર્મચારીઓએ 26 હજાર રૂપિયા કરવાની માગ કરી હતી. આ સિવાય હાલના ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની માંગ પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ સુનાવણી કરવામાં આવી નથી. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે. સરકારે આ પહેલા 29 જૂન 2016ના રોજ 7th Pay Commissionની ભલામણોને સ્વીકારી હતી. આ સાથે એમ પણ કહ્યું હતું કે તે કર્મચારીઓની માંગ પર વિચાર કરશે. મોદી સરકારે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના Dearness Allowanceમાં 5 ટકાનો વધારો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.