કડકડતી ઠંડીમાં દેશના રખોપા કરતા BSFના જવાનોએ આ રીતે ઉજવ્યુ નવું વર્ષ, જુઓ Photos

  • હાલ આખી દુનિયામાં 2019ને વિદાય અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પળની સરહદ પર તૈનાત સૈનિકોએ પણ ઉજવણી કરી. લગભગ 14,500 ફુટની ઊંચાઈએ, ચારથી પાંચ ફૂટ બરફની વચ્ચે દેશની સુરક્ષા કરતા બીએસએફના બહાદુર સૈનિકોએ નવા વર્ષની ઉજવણી પોતાના અલગ અંદાજમાં કરી.
  • જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં સૈનિકો શૂન્યથી 15 ડિગ્રીના તાપમાન વચ્ચે હાથમાં હથિયાર લઈ ડ્યુટી કરતા દેખાઈ રહ્યા છે. જવાન આખી રાત આ જ હાલતમાં પેટ્રોલિંગ પણ કરે છે. નવા વર્ષ પર પણ સુરક્ષા દળો કડકડતો શિયાળો હોવા છતાં નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ ચાલુ રાખે છે. જોકે આજે નવા વર્ષ નિમિત્તે લાઇન ઓફ કંટ્રોલ પર આવેલા બેઝ કેમ્પમાં ખૂબ ઉજવણી કરવામાં આવી હતી. દેશના બહાદુર જવાનોએ નવા વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. તમે પણ જુઓ તસવીરો…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.