ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ગુજરાત માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા 29 શહેરોમાં જે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે તે 5મી મે સુધી લગાવવામાં આવ્યા હતા એવામાં હવે આ પ્રતિબંધો લંબાવવા મુદ્દે ગુજરાત સરકાર મોટી મૂંઝવણમાં છે. લોકડાઉનની જાહેરાત કરવા મુદ્દે રાજ્યની સરકાર મોટી મૂંઝવણમાં દેખાઈ રહી છે.
રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ બાદ ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આટલું જ નહીં આ નિયમોને વધુ કડક બનાવે તેવી પણ સંભાવના છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે પહેલાં નાઈટ કર્ફ્યૂ અને તે બાદ વિવિધ પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. આ પ્રતિબંધોને મિનિ લોકડાઉન અથવા અઘોષિત લોકડાઉન જેવી પરિસ્થિતિ કહી શકાય.
સાંપ્રત સ્થિતિને અનુલક્ષી અઘોષિત લોકડાઉન વધારાઇ શકે છે પરંતુ કેસ ઘટે તેવા વિસ્તારોને તબક્કાવાર કર્ફ્યુ મુક્ત કરવા વિચારણા કરાઇ રહી હોવાની માહિતી સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.