કાર પર પોલીસ લખેલી પ્લેટ રાખવી ભારે પડ્યું,ભાવનગર જિલ્લા ટ્રાફિક પોલીસે બગોદરાનો શખ્સ ઝડપયો…

ભાવનગર ટ્રાફિક પોલીસની ટીમે શહેરના પ્રવેશ દ્વાર સમા ટોપ થ્રી સર્કલ નજીકથી કારમાં પોલીસ લખેલી પ્લેટ સાથે પોલીસ તરીકેનો રોફ જમાવવા નીકળેલા બગોદરાના એક યુવકને ઝડપી પાડ્યો હતો.

બનાવની મળતી વિગત એવી છે કે, ભાવનગર રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પટેલને એવા પ્રકારની ફરિયાદ મળી હતી કે ભાવનગર શહેર અને જિલ્લામાં અમુક શખ્સો પોલીસ વિભાગમાં નોકરી ન કરતાં હોવા છતાં પોલીસ લખેલી પ્લેટ ફોર વ્હીલકારના ડેસ્ક બોર્ડ ઊપર રાખી પોતે પોલીસમાં હોવાનો રોફ જમાવવા હોય છે.

આવા અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક કામગીરી કરવા આપેલી સૂચનાના અનુસંધાને ભાવનગર જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ.આર. જે.રહેવર તથા પેટ્રોલીંગમાં હતો.દરમીયાન ભાવનગરના પ્રવેશદ્વાર સમા તળાજા રોડ ટોપ થ્રી સર્કલ રોડ પરથી એક વ્હાઇટ આઇ-20 કાર નીકળી હતી અને જેનાં ડેસ્ક બોર્ડ ઉપર પોલીસ લખેલી પ્લેટ જોવામાં આવતા પોલીસે કારને અટકાવી કારનાં ચાલક ધવલ અશ્વીનભાઇ મકવાણા પાસે પોલીસની પ્લેટ લગાડવા બાબતે પૂછપરછ કરતાં પોતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં ન હોવાનું જણાવીયું હતું. હોય અને પોલીસમાના હોવા છતાં પોતે પોલીસમા હોવાનો રોફ જમાવવા માટે કારના ડેસ્કબોર્ડ ઉપર પોલીસ પ્લેટ લગાડી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે કારની કિંમત રૂ. 2,50,000 ગણી પંચનામા વિગતે કબ્જે કરી IPC- 170,171 મુજબ ઉક્ત કારચાલક વિરૂદ્વ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.