રાણપુર તાલુકાના અળવ ગામે ઈન્દ્રજીત બાબભાઈ ખાચરની વાડીમાં એક વીસ વર્ષીય યુવતીને 18 દિવસ ગોંધી રાખી ત્રણ શખ્સોએ વારાફરતી બળાત્કાર ગુજારતા પોલીસ ફરીયાદ થતા ચકચાર મચી જવા પામી છે.
બનાવની મળતી માહિતી મુજબ શાલિની (નામ બદલેલ છે.) જે સારૂ એવું ભણેલી ગણેલી છે પરંતુ દારૂનુ વ્યસન થઈ જતા અને દારૂ વગર ન ચાલતા અળવ ગામના ઈન્દ્રજીત બાબાભાઈ ખાચર, જયવીર જગુભાઈ ખાચર અને સત્યજીત બાબાભાઈ ખાચરના સંપર્કમાં આવી હતી અને આ ત્રણેય તેને ચોરી છૂપી દારૂ પૂરુ પાડતા હતા અને યુવતીની નશાની ટેવ સંતોષાતી હતી અને આ નશાની ટેવની વાતની ખબર યુવતીના પિતાને ખબર પડતા યુવતીને ઠપકો આપતા યુવતીને દારૂ વગર ચેન ન પડતા અન્યના મોબાઈલમાંથી ઈન્દ્રજીતને ફોન કરી દારૂ આપી જવાની વાત કરતા ઈન્દ્રજીતે કહેલ કે તારે દારૂ જોઈતો હોય તો અળવ મારી વાડીએ આવજે અને તને લેવા જયવીર બપોરે 12.00 વાગ્યે આવશે તેમ કહેલ તેથી નશો કરવાની ટેવને કારણે યુવતી ઈન્દ્રજીતની વાડીએ ગઈ હતી.
જ્યાં ઈન્દ્રજીત બાબાભાઈ ખાચર, જયવીર જગુભાઈ ખાચર, સત્યજીત બાબાભાઈ ખાચર અને યુવતીએ સાથે બેસી દારૂ પીધા બાદ આ ત્રણેય જણાએ શારીરિક સંબંધ બાંધવાનું કહેતા યુવતીએ ના પાડતા યુવતીને પડખાના ભાગે માર મારી તા.9-12-2021થી 26-12-2021 સુધી વાડીની ઓરડીમાં ગોંધી રાખી વારાફરતી બળાત્કાર ગુજારતા હતા અને મેં જવાનું કહેતા મને ગામમાં નહી જવા દઈએ જવુ હોય તો જામનગર જા અને તને જયવીર સ્વીફટ ગાડીમાં તને પાળીયાદ સુધી મૂકી જશે અને ત્યાંથી બસમાં જતી રહેજે કહી મને પળીયાદથી જસદણ સુધીની બસમાં બેસાડી દીધેલ
ત્યાંથી જામનગર જઈ સંબંધીને જાણ કરતા જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આજરોજ ઉપરોક્ત ત્રણ આરોપી વિરુદ્ધ રાણપુર પોલીસમાં આ બાબત કોઈને જાણ કરશે તો તને અને તારા પરીવારને મારી નાખીશુ તેમ કહેતા ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ ઇપીકોની કલમ 376 (ડી) 376 (૨) એન.328, 344, 346, 504, 506 (2), 34મુજબ ફરીયાદ દાખલ કરાવેલ છે. રાણપુર પોલીસ સબ ઈન્સ્પેકટર જી.ડી. કાલીયાએ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.