દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ તરફથી કરવામાં આવતા હુમલાનો સીએમ અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો છે.કેજરેવાલે કહ્યું કે ભાજપને દિલ્હીમાં કોઈ નેતા મળતો નથી. જેથી બહારથી સાંસદોની ફોજ લાવવામાં આવી રહી છે.
રોડ શો દરમિયાન કેજરીવાલે કહ્યુ છે કે, કોંગ્રેસ, ભાજપ, આરજેડી અને કેટકેટલાય પક્ષોઓ દિલ્હીમાં આપને હરાવવા આવી ગયા છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીમાં કેજરીવાલની સામે આખી ભાજપ છે. ભાજપે પોતાના 70 પ્રધાનો 200 સાંસદો, 40 સ્ટાર પ્રચારકો અને 11 રાજ્યોના મુખ્યપ્રધાનોને પ્રચારમાં ઉતાર્યા છે.પરંતુ જે કોઈ પક્ષના પ્રચાર માટે આવે તેમને ચા પીને પાછા મોકલી આપજો.દિલ્હીવાસીઓનુ અપમાન નહી ચલાવી લઈએ તેમ પણ કેજરીવાલે કહ્યુ હતુ.
વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે મંગળવારે કેજરીવાલે ગોકુલપુરીમાં રોડ શો કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમણે કહ્યુ કે આજે દિલ્હીવાસીઓની વિરુદ્ધમાં તમામ રાજકીય પક્ષો એક થયા છે. આ લોકો દિલ્હીના દિકરાને હરાવવા માટે ભેગા થયા છે.
ભાજપે 11 મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને ભાજપના તમામ નેતાઓને દિલ્હીમાં બોલાવી લીધા છે અને આ લોકો દિલ્હીના દિકરાને હરાવવા આવી રહ્યા છે પરંતુ દિલ્હીને બેઈજ્જતી ન થવા દેતા. ગુજરાતના સીએમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી પ્રવાસ અર્થે દિલ્હી જવા રવાના થયા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિલ્હીમાં દ્વારકા વિધાનસભા ઉમેદવાર પ્રધુમન રાજપૂતના સમર્થનમાં અને ઉત્તમનગર વિધાનસભા ઉમેદવાર કૃષ્ણ ગેહલોતના સમર્થનમાં સભા સંબોધશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.