કેજરીવાલે સીબીએસઈ પરીક્ષાઓ રદ કરવાની કરી માંગ,લાખો પરીક્ષાર્થીઓ અને શિક્ષકોના જમાવડાથી પરિસ્થિતિ ખરાબ થશે

ધોરણની પરીક્ષા લેવાનો નિર્ણય પરત ખેંચવાની અપીલ કરી. કેજરીવાલે જણાવ્યું કે લાખો વિદ્યાર્થીઓ અને 1 લાખ શિક્ષકોના જમાવડાને કારણે દિલ્હી કોરોના હોટસ્પોટ બની જશે અને પછી પરિસ્થિતિને સંભાળવી અશક્ય બની જશે.

કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં 6 લાખ બાળકો સીબીએસઈની પરીક્ષામાં આપશે. 1 લાખ શિક્ષકો પણ પરીક્ષા લેશે. તેનાથી દિલ્હી કોરોના હોટસ્પોટ બની જશે. કેન્દ્ર સરકારને મારી હાથ જોડીને અપીલ છે કે સીબીએસઈની પરીક્ષા કેન્સલ કરી નાખવામાં આવે. કેજરીવાલે બે વિકલ્પો પણ સૂચવ્યાં. તેમણે કહ્યું કે ઈન્ટરનલ અસેસમેન્ટ અથવા ઓનલાઈન એક્ઝામનો વિકલ્પ શોધી શકાય છે. આ વર્ષે બાળકોને આ રીતે આગળના ધોરણમા મોકલવાનો નિર્ણય થવો જોઈએ.

દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સારવારની સુવિધા પર વાત કરતા કેજરીવાલે જણાવ્યું કે ઘણી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખવામાં આવી છે. હાલમાં હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે સ્પેશિયલ બેડની કોઈ અછત નથી. પરંતુ પરિસ્થિતિ ઝડપથી બદલે તો અમે દર્દીઓને ઘેર મોકલવાની અપીલ કરી છે. દર્દીઓને ઘેર મોકલીને અમે હાથ ખેંખેરી રહ્યા નથી.

તેમણે કહ્યું કે આ વખતની કોરોનાની લહેર ઘણી ખતરનાક છે. આ લહેરમાં યુવાનો અને બાળકો વધારે પ્રભાવિત થઈ રહ્યાં છે. આ વખતે 65 ટકા દર્દીઓ 45 વર્ષ કરતા ઓછી ઉંમરના છે. મારી યુવાનોને અપીલ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ત્યારે કોવિડ દિશાનિર્દેશોનું કડકાઈથી પાલન કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.