કેજરીવાલે પોતાના નિવાસ પર ઈમરજન્સી બેઠક બોલાવી,કોરોના કેસની મેપિંગ અને તૈયારીઓની સમિક્ષા થશે

રાષ્ટ્રીય રાજધાનીમાં 2790 નવા કેસ આવ્યા છે. ત્યારે 9 લોકોના મોત થયા છે.  દિલ્હીમાં કુલ કેસ 6,65,220 થઈ ગયા છે. તો અત્યાર સુધીમાં 11, 036 લોકોના મોત થયા છે.

સ્થિતિને જોતા કેજરીવાલ સરકાર એક્શન મૂડમાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલે સાંજે 4 વાગે પોતાના નિવાસ પર ઈમરજન્સી બેઠક બોલાવી છે.

બેઠકમાં કોરોનાના વધાત કેસને રોકવા માટે એક્શન પ્લાન, રસીકરણની હાલની સ્થિતિ, કેન્ટોનમેન્ટ ઝોન, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા અને સિરો સર્વેની સાથએ વર્તમાનમાં કોરોના કેસની મેપિંગ અને તૈયારીઓની સમિક્ષા થશે. સીએમ દિલ્હીના કેસને લઈને ચિંતાતૂર છે.

દિલ્હી સીએમના આદેશ બાદ દિલ્હીમાં 33 મોટી હોસ્પિટલોમાં 25-25 ટકા આઈસીયૂ અને સામાન્ય બેડ વધારી દેવાય છે. આ 33 હોસ્પિટલોમાં 30 માર્ચ સુધી 1705 સામાન્ય બેડ હતા. જે હાલ વધીને 2547 થઈ ગયા છે. આ રીતે 842 કોવિડના સામાન્ય બેડ વધારી દેવામાં આવ્યા છે.

દિલ્હીમાં કોરોના માટે 838 આઈસીયૂ બેડ થઈ ગયા છે. ત્યારે દિલ્હીમાં દર રોજ 80 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.  જેથી કોરોનાના પ્રસાર પર તાત્કાલીક કાબૂ મેળવી શકાય.

સરકાર તરફથી જારી દિશા નિર્દેશ છતાં કેટલાક લોકો સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેરીને જવામાં બેદરકારી વર્તે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.