કેજરીવાલના ઘરની બહાર ધરણાથી કંટાળીને પાડોશીઓ પહોંચ્યા હાઈકોર્ટમાં

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના  પાડોશીઓ રોષે ભરાયા છે અને તેઓ હવે કોર્ટમાં પહોંચ્યા છે.

કારણ એવુ છે કે, દિલ્હી પોલીસે સીએમનુ જે વિસ્તારમાં ઘર આવેલુ છે ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે મંજૂરી આપી હતી.જેનાથી રસ્તો જામ થઈ ગયો હતો અને સ્થાનિક લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.હવે લોકોએ દ્લિહી પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

દિલ્હીમાં કેજરીવાલના ઘરની સામે દિલ્હી નગર નિગમના ત્રણ મેયર છેલ્લા ચાર દિવસોથી ધરણા પર બેઠા છે અને તેમની મંગ છે કે, નગર નિગમને દિલ્હી સરકાર તેના હકના પૈસા આપે અને જ્યાં સુધી આ પૈસા નહી આપે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી છે.

મેયરોનુ કહેવુ છે કે, નગર નિગમે 13000 કરોડ રુપિયા દિલ્હી સરકાર પાસે લેવાના નિકળે છે અને સીએમ કેજરીવાલે આ અઁગે ચર્ચા કરવા માટે સમય આપાવ તૈયાર નથી.આ પહેલા ઓક્ટોબરમાં અમે ધરણા કર્યા ત્યારે આશ્વાસન અપાયુ હતુ પણ હજી સુધી બાકી નિકળતી રકમ ચુકવવામાં આવી નથી.માનવતાના નાતે પણ કેજરીવાલ અમારી સાથે વાત કરવા માટે ઘરની બહાર આવ્યા નથી.

જોકે કેજરીવાલના પાડોશીઓ પોતાની હેરાનગતિથી કંટાળીને હવે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.