કોરોનાના સંકટ વચ્ચે દિલ્હીની કેજરીવાલ સરકારના ખિસ્સા ખાલી થઈ ગયા છે.
દિલ્હી સરકારે કેન્દ્ર પાસે 5000 કરોડ રુપિયાની મદદ માંગીને કહ્યુ છે કે, અમારી પાસે સ્ટાફની સેલેરી કરવાનો પણ પગાર નથી એટલે આ પૈસા વહેલી તકે આપવામાં આવે.
દિલ્હી સરકારના મંત્રી મનિષ સિસોદીયાએ કહ્યુ હતુ કે, કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારના ટેક્સ કલેક્શન પર મોટી અસર પડી છે અને કેન્દ્ર દ્વારા બીજા રાજ્યોની જેમ દિલ્હીને કોઈ કરવામાં આવી નથી.
તેમણે કહ્યુ હતુ કે, દિલ્હી સરકારને સેલેરી તેમજ બીજા ખર્ચા માટે 3500 કરોડની જરર છે. અત્યાર સુધીમાં દિલ્હીને 1735 કરોડ રુપિયા મળ્યા છે. જ્યારે 70000 કરોડ રુપિયાની આવકનો અંદાજ હતો.કેન્દ્ર સરકાર દિલ્હીને તાત્કાલિક 5000 કરોડની સહાય કરે. આ માટે નાણા મંત્રીને પત્ર પણ લખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.