હુમલાને લઇ સરકારને ચાલુ રહેવાનો અધિકાર નથી,કેન્દ્રએ આ મામલે દખલગીરી કરવાની જરૂરઃ પાટીલ

બંગાળ વિશિષ્ટ પ્રકારનું રાજ્ય છે કે જ્યાં તેઓ હાર ખમી શકતા નથી. કોઈ પણ ભોગે જીતવા માટેના પ્રયાસોના કારણે ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ પર હુમલા કરવામાં આવે છે અને મર્ડર કરવામાં આવે છે અને ડરનો માહોલ બનાવીને જીતવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આગેવાનો ઘરો અને ઓફિસોમાં હુમલા કરીને ખૂન કરવામાં આવ્યા છે અને આ લોકશાહીની પ્રક્રિયા નથી, આવી સરકારને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. તાત્કાલિક ભાજપના આગેવાનો સુરક્ષા આપવી જોઈએ અને જૉ ન કરે તો કેન્દ્ર સરકારે આ સરકારને બરતરફ કરવી જોઈએ.

આખા દેશમાં અનેક ચૂંટણીઓ થાય છે પણ ચૂંટણી પરિણામો બાદ પણ ખૂન થાય તેવું પશ્ચિમ બંગાળમાં જ જોવા મળ્યું છે જે દેશ માટે અત્યંત ઘાતક છે.

પશ્ચિમ બંગાળમાં રવિવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે અને તે બાદથી જ રાજ્યમાં અશાંતિ ફેલાઈ છે. ભાજપ નેતાઑ દ્વારા સોશ્યલ મીડિયા પર ઘણા બધા વીડિયો મૂકવામાં આવ્યા છે જેમાં ગુંડાઓ દ્વારા ભાજપના આગેવાનો પર હુમલા થતાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.