કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, આ સિૃથતિ વચ્ચે આૃર્થતંત્રને પણ મોટો ફટકો પડયો છે અને જીડીપી ઘટી રહ્યો છે. આ સિૃથતિ વચ્ચે પૂર્વ વડા પ્રધાન અને આિર્થક બાબતોમાં નિષ્ણાંત મનમોહનસિંહે મોદી સરકારને ત્રણ પગલા લેવાની સલાહ આપી છે જેના થકી વિકટ આિર્થક પરિસિૃથતિમાંથી બહાર આવી શકાશે.
મનમોહનસિંહે કહ્યું છે કે સૌથી પહેલા સરકારે લોકોના દૈનિક ગુજરાન પર ધ્યાન આપવું પડશે. કેમ કે લોકડાઉનને કારણે અનેક લોકો બેરોજગાર થઇ ગયા છે અને ઘર ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે.
મનમોહનસિંહે સલાહ આપી છે કે કેન્દ્ર સરકાર લોકોને તેમના બેંક ખાતામાં સીધી આિર્થક મદદ પહોંચાડી શકે છે. બીજી સલાહ એ આપી છે કે ક્રેડિટ ગેરન્ટી પ્રોગ્રામ્સ અંતર્ગત વ્યાપાર અને ધંધા રોજગાર માટે નાણાકીય વ્યવસૃથા કરવી પડશે.
જ્યારે ત્રીજી સલાહ એ આપી છે કે સરકારે તાત્કાલીક ધોરણે ઇન્સ્ટિટયૂશનલ ઓટોનોમી એન્ડ પ્રોગ્રેસ થકી નાણાકીય સેક્ટરને સિૃથર કરવા પડશે. મનમોહનસિંહનું કહેવું છે કે હાલ લોકોને આિર્થક નામાકીય સહાયની તાત્કાલીક સહાય આપવી જોઇએ જેથી તેમનું ઘર ચાલી શકે.
જ્યારે જે ઉધ્યોગો છે તે ઠપ પડી ગયા છે. આવી સિૃથતિમાં તેમને આિર્થક સહાય આપીને ફરી ઉભા કરવાનો પ્રયાસ કરવો જોઇએ તેવી સલાહ પણ મનમોહનસિંહે આપી હતી. તેમણે સાથે એમ પણ કહ્યું છે કે હાલ જે આિર્થક સિૃથતિ છે તેને હું ઇકોનોમિક ડિપ્રેશન નહીં કહું પણ દેશમાં એક લાંબા સમયથી આિર્થક સંકટ આવવાનું હતું તે નિશ્ચિત હતું.
મનમોહનસિંહે કહ્યું હતું કે મહામારી પર જો પહેલા કાબુ મેળવી લેવામા આવ્યો તો તેની આપણા દેશની આિર્થક સિૃથતિ પર અનુકુળ અસર થશે. જો આ મહામારીને લાંબી ખેંચવમાં આવી તો તેની અતી વિપરીત અસર આપણા આૃર્થતંત્ર પર પડશે અને લોકોને આિર્થક ભીસનો સામનો કરવો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.