ખુદ કેન્દ્ર સરકારે ચેતવ્યા, અમારા નામે ફોન આવે તો ડરતાં નહીં નહિતર ખાતું સફાચટ થઈ જશે!

ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું કે તે તેના વતી આવા કૉલ્સ કરવા માટે કોઈને અધિકૃત કરતું નથી. નાગરિકોએ આવા કોલ રિસીવ કરતી વખતે કોઈપણ માહિતી આપવાનું ટાળવું જોઈએ.

જેમ જેમ ટેક્નોલોજીનો વિસ્તાર થતો જાય છે, તેમ તેમ ફ્રોડ પણ વધતા જાય છે. આજના આ ડિજિટલ યુગના ઘણા બધા ફાયદા હોવાની સાથે નુક્શાન પણ છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે દેશના લોકોને ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનું નામ લઈને મોબાઈલ નંબર બંધ કરવાની ધમકી આપનારાઓથી ચેતવ્યા છે. શુક્રવારે એક ઓફિશિયલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પોતાને ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના અધિકારી જણાવીને કોલ કરનારા અને કનેક્શન કાપવાની ધમકી આપનારા ફ્રોડ છે.

સરકારે કહ્યું કે અમારા દ્વારા આવા કોઈ કોલ કે સર્વે કરવામાં આવતાં નથી, કોલ કરવાવાળાનો હેતુ લોકોની પર્સનલ ઇન્ફર્મેશન ચોરવી અને આર્થિક છેતરપિંડી કરવાનો છે. ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે વિદેશી મૂળના મોબાઈલ નંબરોથી આવનારા વોટ્સએપ કોલને લઈને પણ લોકોને ચેતવ્યા છે.

ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના નિવેદન અનુસાર, “ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે (DoT) નાગરિકો માટે એક સલાહ જાહેર કરી છે કે લોકો પાસે એવા ફોન કોલ્સ આવી રહ્યા છે, જેમાં ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના નામે કોલ કરનારાઓ ધમકી આપી રહ્યા છે કે તેમના બધા જ મોબાઈલ નંબરો બંધ કરી દેવામાં આવશે. સાથે જ ધમકી પણ આપવામાં આવી રહી છે કે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે તેમના મોબાઈલ નંબરનો દુરુપયોગ કરાઈ રહ્યો છે.”

વોટ્સએપ કોલને લઈને જાહેર કરી એડવાઈઝરી: છેતરપિંડી કરનારા લોકો નાગરિકો પાસેથી બેંક એકાઉન્ટ નંબર, એટીએમ પિન, OTP જેવી પર્સનલ ડિટેલ્સ મેળવવાનો પ્રયાસ કરે છે. ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે પોતે સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને લોકોને છેતરતા વિદેશી મૂળના મોબાઇલ નંબરો (જેમ કે +92) પરથી આવતા વૉટ્સએપ કૉલ્સ અંગે પણ એડવાઇઝરી જારી કરી છે.

સરકારે નાગરિકોને આપી સલાહ: નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “સાયબર ગુનેગારો આવા કોલના માધ્યમથી સાયબર ક્રાઇમ/ નાણાંકીય છેતરપિંડી આચરવા માટે પર્સનલ ડિટેલ્સ ચોરવાનો પર્યટન કરી રહ્યા છે.” ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે, તેઓ તેમની તરફથજી કોઈને પણ આવા કોલ્સ કરવા માટે અધિકૃત કરતા નથી. ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને સતર્ક રહેવા અને આવા કોલ્સ આવવા પર કોઈપણ પ્રકારની જાણકારી ન આપવા માટે કહેવામાં આવ્યું છે.

અહીં કરી શકો છો ફરિયાદ: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને (DoT) નાગરિકોને સંચાર સાથી પોર્ટલની ‘ચક્ષુ-રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન્સ’ ફીચર પર આવા છેતરપિંડીના કેસની જાણ કરવાની સલાહ આપી છે. તમે આ પોર્ટલ પર કોઈપણ પ્રકારની છેતરપિંડી અથવા સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ કરી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.