કેન્દ્ર ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવારની ફી માટે મહત્તમ મર્યાદા નક્કી કરે : SC

– સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે એક સપ્તાહમાં જવાબ માંગ્યો

– કોરોના સારવાર માટે ફી મર્યાદા નક્કી કરવાની અરજી પર SC સુનાવણી કરવા માટે તૈયાર

 

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ફીની મહત્તમ મર્યાદા નક્કી કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. સૉલિસિટર જનરલ તુષાર મહેતાને એક અઠવાડિયામાં સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી જવાબ લાવવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસની સુનાવણી એક અઠવાડિયા પછી કરવામાં આવશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલમાં ફ્રી અથવા ઓછા ખર્ચમાં કોરોનાની સારવાર માટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. કેન્દ્ર દ્વારા ગુરુવારે સોંગદનામું દાખલ કરવામાં આવ્યું છે. કેન્દ્રે કહ્યુ કે તેમની પાસે ખાનગી અથવા ચેરિટેબલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની ફ્રી સારવાર માટે કોઇ કાયદાકીય શક્તિ નથી.

સોંગદનામામાં કેન્દ્ર સરકારે કહ્યુ છે કે ક્લીનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2010 હેઠળ કોઇ જોગવાઇ નથી, કે જેના હેઠળ સાર્વજનિક રીતે ચાલી રહેલી ખાનગી હોસ્પિટલના કોરોના દર્દીઓની મફતમાં સારવાર ફરજિયાત કરાવી શકાય. આ પ્રકારના નિયમો માત્ર સંબંધિત રાજ્ય સરકાર દ્વારા જ લાગૂ કરી શકાય છે.

કેન્દ્ર સરકારે કહ્યુ કે ફ્રી સારવાર જેવી માંગણીથી ચેરિટેબલ હોસ્પિટલનાં નાણાંકીય સ્વાસ્થ્ય પર સીધી અસર થશે. આ ન માત્ર ન્યાયના હિતમાં હશે પરંતુ ઇચ્છનીય પણ છે કે કોઇ પણ આદેશ જાહેર કરતા પહેલા સેવાભાવી સંસ્થાઓની સુનાવણીની તક આપવામાં આવે કારણ કે આ આદેશથી તેઓને સીધી અસર થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.