દેશમાં 21 દિવસના લોકડાઉન છતાં પણ મોદી સરકાર કેસોને રોકવામાં સફળ રહી શકી નથી. દેશમાં કોરોનાના આંક સતત વધી રહ્યાં છે. આજે લોકડાઉનનો બીજો દિવસ છે. લોકો કોરોના અને મહામારીની વાત કરી રહ્યાં છે ત્યારે એ બાબત પણ વાસ્તવિક છે. ટ્રમ્પને આવકારવામાં પડેલી મોદી સરકારે કોરોના રોકવામાં શરૂઆતથી જ આ જ પ્રકારની સાવચેતી રાખી હોત તો આજે જે સ્થિતિ છે અને ભવિષ્યમાં આવવાની છે આપણે રોકી શક્યા હોત. કોરોના વાયરસના પ્રકોપ બાદ દેશમાં 14 લાખ અને ગુજરાતમાં 27 હજાર લોકો વિેદેશથી આવ્યા છે. સરકારે આ 14 લાખ લોકોને હોમ ક્વોરંટાઈનમાં શરૂઆતમાં જ રાખ્યા હોત તો આજે 134 કરોડ લોકોને ઘરમાં કેદ થવાની ફરજ ના પડી હોત. મોદી નમસ્તે ટ્રમ્પ તો રૂપાણી રાજ્યસભાની ચૂંટણીમાં તડજોડમાં વ્યસ્ત રહ્યાં. ગુજરાતમાં 43 પોઝિટીવ કેસોની સંખ્યામાં 35થી વધારે કેસો વિદેશથી આવનાર છે. સરકારે શરૂઆતમાં જ હોમ ક્વોરંટાઈનનો નિર્ણય લીધો હોત તો આજે 6.5 કરોડ ગુજરાતીઓ ઘરમાં કેદ ના હોત. રૂપાણી સરકાર રાજ્યસભામાં તો મોદી નમસ્તે ટ્રમ્પમાં વ્યસ્ત રહી દેશની આર્થિક વ્યવસ્થાની ઘોર ખોદી કાઢી છે. દેશને કોરોનાથી 120 લાખ કરોડ રૂપિયાનું નુક્સાન જવાની સંભાવના છે. કોરોના કરતાં ભૂખમરાથી લોકો વધુ મરી જશે. દેશના વિકાસ માટે ફાળવનારા નાણાં કોરોનાને રોકવા માટે ફાળવાઈ રહ્યાં છે.
વિકાસના કાર્યોના રૂપિયા હવે કોરોનાને રોકવા માટે લાગ્યા
સરકાર તો ખરી સાંસદો અને ધારાસભ્યો પણ વિકાસ કાર્યોના રૂપિયા કોરોના માટે રોકી રહ્યાં છે. દેશના વિકાસને કોરોના ભરખી જશે. જેમાં સૌથી મોટી ભૂલ કેન્દ્ર સરકાર અને બ્યૂરોક્રસીની છે. જેઓએ કોરોનાને ગંભીરતાથી ન લઇ દેશમાં પ્રવેશવાનો મોકો આપ્યો છે. સરકારે વિદેશથી આવનારા 14 લાખ લોકોને હોમ ક્વોરંટાઈન કર્યા હોત તો આજે સ્થિતિ આ હદે ના હોત. દેશમાં કોરોના વકરવાનો છે એ નક્કી છે. મોદી ખુદ કબૂલી ચૂકયા છે કે, 21 દિવસ લોકડાઉન ન રહ્યાં તો 21 વર્ષ પાછળ રહી જઈશું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.