કેન્દ્ર સરકાર જાહેરાતો પર લગાવે રોક, સોનિયા ગાંધીએ પીએમને પત્ર લખી કર્યા પાંચ સૂચન

ભારતમાં કોરોનાની બીમારી સામેની લડાઈમાં સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને કેટલાક સૂચનો આપ્યા છે.જેના પર અમલ કરવાની પણ તેમણે અપીલ કરી છે.

સોનિયા ગાંધીએ સાંસદોની સેલેરીમાં 30 ટકાનો કાપ મુકવાના નિર્ણયનુ સમર્થન પણ કર્યુ છે. તેમણે પત્રમાં લખ્યુ છે કે, સરકારે તમામ પ્રકારના પ્રસાર માધ્યમોને અપાતી જાહેરખબરો પર બે વર્ષ માટે રોક લગાવવી જોઈએ. જેનાથી 1250 કરોડની બચત થશે. જેનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરવો જોઈએ.

સરકારી બાંધકામો માટે ફાળવાયેલા 20000 કરોડ રુપિયા રોકી દેવા જોઈએ. સંસદની નવી ઈમારત બનાવવાની જગ્યાએ હાલની જ ઈમારતથી કામ ચાલી શકે છે.આ રકમનો ઉપયોગ મેડિકલ સુવિધાઓ માટે થઈ શકે છે.

સાંસદોના પગાર પેન્શનમાં જે પણ કાપ મુકાયો છે તે રકમ મજૂરો, ખેડૂતો અને નાના વેપારીઓને આર્થિક મદદ માટે આપવી જોઈએ.

તમામ રાજ્યોના મંત્રીઓ તેમજ અધિકારીઓની વિદેશ યાત્રા રોકીને 393 કરોડ રુપિયા બચાવી શકાય છે.

પીએમ કેરમાં જે પણ રાહત ભંડોળ આવ્યુ છે તેને પીએમ રાહત કોષમાં ટ્રાન્સફર કરાવી જોઈએ. હાલમાં પીએમ રિલિફ ફંડમાં 3800 કરોડ રુપિયા પડેલા છે.બંને ફંડની રકમનો ઉપયોગ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.